Ratan Tata Shares: જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટા વસિયત લખીને ગયા હતા. તેમના નિધન પછી મિલકતો અને અન્ય વસ્તુઓ તે વસિયત મુજબ વહેંચવામાં આવી હતી. પરંતુ તેમણે પોતાના વસિયતનામામાં જે શેર વિશે કંઈ લખ્યું ન હતું. જેને લઈને આ મામલો બોમ્બે હાઈકોર્ટમાં પહોંચ્યો હતો, જાણો કોર્ટે શું કહ્યું…
રતન ટાટાના શેર વિશે કોર્ટે શું કહ્યું
જસ્ટિસ મનીષ પિટાલેની બેન્ચે રતન ટાટાના શેર વિશે ચુકાદો આપ્યો હતો. તમામ પક્ષોને સાંભળ્યા પછી કોર્ટે આદેશ આપ્યો છે કે રતન ટાટાના લિસ્ટેડ અને અનલિસ્ટેડ બંને શેરની માલિકી હવે રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશન અને રતન ટાટા એન્ડોમેન્ટ ટ્રસ્ટ પાસે રહેશે. જે વસ્તુઓનો રતન ટાટાએ તેમના વસિયતનામામાં ઉલ્લેખ કર્યો નથી, તેની માલિકી તેમના દ્વારા સ્થાપિત સંસ્થાઓ પાસે હોવી જોઈએ.
જસ્ટિસ મનીષ પિટાલેની બેન્ચે કહ્યું કે રતન ટાટા એન્ડોમેન્ટ ફાઉન્ડેશન અને રતન ટાટા એન્ડોમેન્ટ ટ્રસ્ટની સ્થાપના રતન ટાટા દ્વારા પોતે કરવામાં આવી હતી. લિસ્ટેડ અને અનલિસ્ટેડ શેર જેનો રતન ટાટાએ તેમના વસિયતનામામાં ઉલ્લેખ કર્યો નથી તે શેરને તેમના દ્વારા સ્થાપિત તેમના બે ટ્રસ્ટમાં સમાન રીતે વહેંચવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રતન ટાટાનું 9 ઓક્ટોબર, 2024 ના રોજ અવસાન થયું. તેઓ અપરિણીત હોવાથી તેમના પરિવારનો કોઈ વારસદાર નહોતો.
