Maha Shivratri 2025

Created By: Gujarati Jagran
ગુજરાતી કેલેન્ડર અનુસાર દર વર્ષે મહા મહિનાની વદ પક્ષની ચૌદશના દિવસે મહા શિવરાત્રી ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન ભોળાનાથની આરાધના કરવાનો અને તેમના આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ દિવસ છે. આ દિવસને ભગવાન શિવના પ્રાગટ્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પૌરાણિક માન્યતા પ્રમાણે આજ દિવસે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન પણ થયા હતા.

















