Kirit Patel (કિરીટ પટેલ)

Created By: Gujarati Jagran
વિસાવદર વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પક્ષમાં જે નામ ચર્ચામાં છે તે એટલે કિરીટ પટેલ. તેઓ જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ છે. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપને તેમને ટિકિટ આપી છે.
કિરીટ પટેલ વર્ષ 2009 થી 2015 યુવા ભાજપ, જુનાગઢના પ્રમુખ રહી ચૂક્યા છે. વર્ષ 2010 થી 2015 ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિના ચેરમેન રહ્યા છે. વર્ષ 2020 થી 2023 ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ, જૂનાગઢના ચેરમેન રહ્યા. વર્ષ 2021 થી તેઓ ધી. જૂનાગઢ જિલ્લા સહકારી બેંક લિ., જુનાગઢના ચેરમેન પણ છે.
















