Visavadar By Election 2025 Live Updates | વિસાવદર વિધાનસભા પેટાચૂંટણીનું પરિણામ: વિસાવદર વિધાનસભા બેઠક પર ફરી ભાજપની હાર થઇ છે. પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સામે ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17554 મતે વિજય થયો છે.
વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીમાં 20 રાઉન્ડના અંતે મળેલા કુલ મત(આ આંકડા ઇલેક્શન કમિશન અનુસાર છે)
| ઉમેદવાર | પક્ષ | મળેલા કુલ મત |
| કિરીટ પટેલ | ભાજપ | 58388 |
| ગોપાલ ઇટાલિયા | આમ આદમી પાર્ટી | 75942 |
| નીતિન રાણપરિયા | કોંગ્રેસ | 5501 |
