Shani Mangal Yuti: જ્યોતિષની દ્રષ્ટિએ ઓગસ્ટ મહિનો ખૂબ જ ખાસ રહેવાનો છે. 9 ઓગસ્ટના રોજ કર્મનો દાતા શનિ અને ગ્રહોનો સેનાપતિ મંગળ એક દુર્લભ રાજયોગ રચવા જઈ રહ્યા છે.
જ્યોતિષ શાસ્ત્રમાં રાજયોગની રચના અત્યંત શુભ માનવામાં આવે છે, કારણ કે તે વ્યક્તિના જીવનમાં મોટું પોઝિટિવ પરિવર્તન અને પ્રગતિનો કારક છે. આ ખાસ યોગ તમામ રાશિઓ પર અસર કરશે, પરંતુ 4 રાશિઓ એવી છે, જેમના જીવનમાં આ રાજયોગ અણધાર્યા અને મોટા ફેરફારો લાવશે. આ લેખમાં જ્યોતિષ પંડિત અરવિંદ ત્રિપાઠી પાસેથી વિગતવાર જાણીએ કે, આ રાશિઓ કઈ છે અને તેમના જીવનમાં કયા ફેરફારો આવવાની સંભાવના છે.
મેષ: આ રાશિના જાતકો માટે રાજયોગ કોઈ વરદાનથી કમ નહી રહે, કારણ કે આ રાશિનો સ્વામી મંગળ છે. આથી શનિ સાથે મંગળની યુતિથી તમે કરિયરમાં આગવી ઊંચાઈને પ્રાપ્ત કરી શકશો. નોકરિયાત વર્ગને પ્રમોશન અને પગાર વધારો મળી શકે છે. વેપારી વર્ગને નફો તેમજ ધંધાદારી વર્ગને મોટી ડીલ મળવાની સંભાવના છે. તમારો આત્મવિશ્વાસ અને લીડરશિપના ગુણ વિકાસ પામશે, જેથી તમે મુશ્કેલીઓનો સરળતાથી સામનો કરી શકશો. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. લાંબા સમયથી અટકેલા કામો તમે પુરા કરી શકો છો.
કર્ક: આ રાશિના જાતકો માટે રાજયોગ આર્થિક દ્રષ્ટિએ અત્યંત લાભદાયી નીવડશે. જૂના રોકાણથી લાભ મળી શકે છે. વારસાગત મિલ્કત સબંધિત વિવાદોનો નીવેડો આવી શકે છે. નોકરિયાત વર્ગને અણધાર્યું બોનસ મળશે. જ્યારે વેપારમાં નવી ડીલ થશે, જે ભવિષ્યમાં ફાયદેમંદ નીવડશે. સામાજિક માન-પ્રતિષ્ઠા વધશે. મંગળ-શનિની યુતિથી આ રાશિના જાતકો ઈચ્છિત પરિણામ મેળવશે.
તુલા: શનિ-મંગળનો રાજયોગ આ રાશિના જાતકોના અંગત જીવનમાં નોંધનીય પરિવર્તન લાવશે. લગ્નઈચ્છુકોને યોગ્ય જીવનસાથીની પસંદગી થઈ શકે છે. જ્યારે પરિણીત જાતકોના દામ્પત્યજીવનમાં મધુરતા જળવાઈ રહેશે. ભાગીદારીના ધંધામાં લાભ થશે. કોઈ નવી તકનું નિર્માણ થઈ શકે છે, જે ભવિષ્યમાં તમારા માટે ફાયદેમંદ સાબિત થશે. કોઈ જૂની બીમારીમાંથી મુક્તિ મળશે. માનસિક શાંતિનો અનુભવ કરી શકશો.
મકર: આ રાશિનો સ્વામી શનિ છે, જેની મંગળ સાથે યુતિ જાતકોના આત્મવિશ્વાસમાં વધારો કરશે. આ સમય દરમિયાન તમારા અધુરા સપના પૂરા કરવાની તક મળી શકે છે. નોકરિયાત વર્ગને નવી જવાબદારી મળશે, જેમાં તેઓ સફળ થશે. ખાસ કરીને વિદ્યાર્થી વર્ગ માટે આ સમય ખૂબ જ અનુકુળ રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા જાતકોને સફળતા મળશે.
Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. ગુજરાતી જાગરણ આની પુષ્ટિ કરતુ નથી. તમારો અભિપ્રાય અમને gujaratijagran@jagrannewmedia.com પર મોકલી શકો છો.