તાજેતરમાં જ ઉત્તર પ્રદેશમાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં એક આધેડ પોતાની દીકરીની ઉંમરની ભાવિ પુત્રવધુને ઘરેથી ભગાડી ગયો હતો અને બન્નેએ દિલ્હી પહોંચીને નિકાહ કરી લીધા હતા. એવામાં બિહારમાંથી આવો જ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક પરિણીતા પોતાના કાકા સસરા સાથે ઘરેથી ભાગી ગઈ છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, બિહારના મુઝફ્ફરનગર જિલ્લાના ઔરઈ વિસ્તારમાં રહેતા એક યુવકના લગ્ન 2012માં સીતામઢી જિલ્લાની એક યુવતી સાથે થયા હતા. લગ્ન બાદ પતિ કમાવવા માટે મુંબઈ જતો રહ્યો હતો. આ દરમિયાન પત્નીની પોતાના કાકા-સસરા સાથે આંખો મળી ગઈ હતી. એકબીજાના ગળાડૂબ પ્રેમમાં પડેલા બન્ને ગામડામાં રહેતા હોવાથી તેમને ઓછું એકાંત મળતું હતુ.
આખરે ગત 4 જૂનના રોજ મોડી રાતે કાકા સસરા તેની પરિણીત પ્રેમિકાને લઈને ભાગી ગયા. સવારે જ્યારે પરિવારજનોએ મહિલાને ઘરમાં ના જોતા આસપાસમાં શોધખોળ શરૂ કરી. જો કે કોઈ ભાળ ના મળતા આ મામલે તેના સસરાએ 4 લોકો વિરુદ્ધ ઔરાઈ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
બીજી તરફ મહિલાના પતિએ પોતાની પત્નીની ભાળ આપવાર વ્યક્તિને 20 હજાર રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. હાલ તો આ મામલે ઔરાઈ પોલીસે તપાસનો દોર લંબાવ્યો છે.