OMG: ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લાના કકરૌઆ ગામમાં એક અજીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક આધેડ વયનો વ્યક્તિ પોતાના પુત્ર માટે પસંદ કરેલી કન્યાને ભગાડીને દિલ્હી લઈ ગયો હતો, જ્યાં તેણે નિકાહ કરી લેતા ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે.
હકીકતમાં કકરૌઆ ગામનો 55 વર્ષીયના પુરુષને સંતાનમાં 3 પુત્રો છે. આજથી 6 મહિના પહેલા જ તેના નાના પુત્રની સગાઈ અજીમનગર તાલુકાના એક ગામમાં રહેતી યુવતી સાથે કરવામાં આવી હતી. જો કે તેના પુત્રો સહિત અન્ય પરિવારજનો આ સગાઈથી નારાજ હતા. જેને લઈને ઘરમાં કકળાટ થવા લાગ્યો હતો. આટલું જ નહીં, પિતા-પુત્ર વચ્ચે મારામારી પણ થવા લાગી હતી.
એવામાં ત્રણેક સપ્તાહ પહેલા આધેડ પોતાની ભાવિ પુત્રવધુના ઘરે પહોંચી ગયો અને તેને ગમે તે બહાને ભગાડીને દિલ્હી લઈ ગયો. જ્યાં પહોંચીને બન્નેએ નિકાહ કરી લીધા હતા.
ખાસ વાત એ છે કે, જે યુવતી સાથે નિકાહ કરવામાં આવ્યા તેની વય માત્ર 18 વર્ષની છે. બીજી તરફ આ નિકાહની જાણ થતાં ગામમાં હડકંપ મચી ગયો છે, જ્યારે પુત્રો પણ પિતાની આ કરતૂતથી નારાજ જોવા મળી રહ્યા છે.
ગ્રામજનોનું કહેવું છે કે, શરમના કારણે આધેડ પોતાની દીકરીની ઉંમરની તેની બેગમને ગામમાં નથી લાવી રહ્યો. તેના દીકરાઓ પણ આ નિકાહથી નારાજ છે. હાલ તે દિલ્હીમાં પોતાના કોઈ સબંધીના ત્યાં રહે છે.