Amit Shah News: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જગદીપ ધનખર વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા કહ્યું કે, તેમણે બંધારણીય પદ સંભાળીને પ્રશંસનીય કાર્ય કર્યું હતું. શાહે એ કર્યું કે, ધનખરે વ્યક્તિગત સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું હતું. ગૃહમંત્રીએ ANI ને આપેલા ઇન્ટરવ્યુમાં આ બાબતોનો ખુલાસો કર્યો અને અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી.
Speaking to @ANI. https://t.co/EQRkbv7K5M
— Amit Shah (@AmitShah) August 25, 2025
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલીવાર જગદીપ ધનખડ વિશે વાત કરી છે. તેમણે જગદીપ ધનખડ વિશેની ઘણી ટીકાઓનો પણ જવાબ આપ્યો. શાહે કહ્યું કે, જગદીપ ધનખડ બંધારણીય પદ પર હતા. તેમણે તેમના કાર્યકાળ દરમિયાન સારું કામ કર્યું.
જુઓ જગદીપ ધનખડના રાજીનામા પર શું કહ્યું
ગૃહમંત્રી અમિત શાહે સમાચાર એજન્સી ANI સાથેના ઇન્ટરવ્યૂમાં અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા કરી હતી. આ દરમિયાન કહ્યું કે, જગદીપ ધનખડજી બંધારણીય પદ પર બેઠા હતા અને તેમણે તેમના કાર્યકાળ દરમિયાન બંધારણ અનુસાર સારું કામ કર્યું હતું. જગદીપ ધનખડે તેમના સ્વાસ્થ્યના કારણોસર રાજીનામું આપ્યું છે. તેને વધુ પડતું લંબાવવાની અને કોઈપણ દિશામાં જોવાની જરૂર નથી.