Western Railway: પર્યુષણ પર્વ દરમિયાન થતી ભીડને સમાયોજિત કરવા અને યાત્રીઓની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર ટર્મિનસ અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે ખાસ સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીના જણાવ્યા મુજબ આ વિશેષ ટ્રેનની વિગતો નીચે મુજબ છે:–
ટ્રેન નંબર 09088/09087 ભાવનગર ટર્મિનસ – મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ
- ટ્રેન નંબર 09087 મુંબઈ સેન્ટ્રલ - ભાવનગર ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ 27 ઑગસ્ટ, 2025 (બુધવાર)ના રોજ મુંબઈ સેન્ટ્રલથી બપોરે 12.00 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 05.45 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે.
- આ જ રીતે, ટ્રેન નંબર 09088 ભાવનગર ટર્મિનસ – મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ 28 ઑગસ્ટ, 2025 (ગુરૂવાર)ના રોજ ભાવનગર ટર્મિનસથી સાંજે 17.45 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે સવારે 07.30 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે.
આ ટ્રેન બંને દિશામાં સિહોર (ગુજરાત), સોનગઢ, ધોલા, બોટાદ, વિરમગામ, અમદાવાદ, આણંદ જંકશન, વડોદરા, સુરત, વલસાડ, વાપી, પાલઘર અને બોરીવલી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એ.સી. 2-ટિયર, એ.સી. 3-ટિયર અને સ્લીપર શ્રેણીના કોચ રહેશે.
ટ્રેન નંબર 09087 અને 09088 માટે ટિકિટોની બુકિંગ 25 ઓગસ્ટને સોમવારથી બપોરે 3 વાગ્યા શરૂ થઈ ગયું છે. બુકિંગ માટે યાત્રી આરક્ષણ કેન્દ્રો તથા આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ થયું છે. આ ટ્રેનના રોકાણ, સંરચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને વેબસાઇટ www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે.