Gandhinagar News: ગુજરાતની બે દિવસ મુલાકાતે પધારેલા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવન ખાતે ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના અદ્વિતીય નેતૃત્વ, દીર્ઘદ્રષ્ટિ અને અવિરત પરિશ્રમ દ્વારા ભારતને વૈશ્વિક મંચ પર નવી ઊંચાઈઓએ પહોંચાડ્યું છે.
પ્રધાનમંત્રીએ ભારતને આર્થિક, વૈજ્ઞાનિક અને ટેકનોલોજીકલ ક્ષેત્રની સાથે સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને પણ સમગ્ર વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે.