Maha Kumbh Mela 2025 Special Trains: પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ મેળા દરમિયાન રેલવે 45 દિવસમાં કુલ 13 હજાર ટ્રેન ચલાવવાનું છે. જેમાં ત્રણ હજારો વિશેષ ટ્રેનો હશે. આ માહિતી રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ દરમિયાન આપી હતી. ગુજરાતના પ્રમુખ શહેરોમાંથી પણ કેટલીક સ્પેશ્યિલ ટ્રેનો દોડાવવામાં આવશે.
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે, પ્રયાગરાજ મહાકુંભ માટે ચાર રિંગ સર્કલ બનાવવામાં આવ્યા છે. જેમાં વારાણસી-પ્રયાગરાજ, પ્રયાગરાજ-અયોધ્યા, અયોધ્યા-કાશી અને પ્રયાગરાજ સર્કલ સામેલ છે. દેશના વિવિધ રાજ્યોના 50 શહેરોથી પ્રયાગરાજ માટે સ્પેશિયલ ટ્રેનોનું સંચાલન કરવામાં આવશે.
પ્રયાગરાજમાં યોજાનાર મહાકુંભ મેળા માટે દરેક સ્ટેશન પર એક કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. આ તમામ કંટ્રોલ રૂમનો માસ્ટર કંટ્રોલ રૂમ પ્રયાગરાજ સ્ટેશન પર બનાવવામાં આવ્યો છે, જ્યાં તમામ સ્ટેશનના લાઈવ ફીડ મળશે.
ગુજરાતમાંથી આ સ્પેશિયલ ટ્રેનો દોડશે
- 09019/20 વલસાડ-દાનાપુર 8 જાન્યુઆરીથી આઠ ટ્રીપ
- 09021/22 અમદાવાદ-વારાણસી 9 જાન્યુઆરીથી 15 ટ્રીપ
- 09413/04 સાબરમતી-વારાણસી 9 જાન્યુઆરીથી આઠ ટ્રીપ
- 09031/32 ઉધના-બલિયા 9 જાન્યુઆરીથી પાંચ ટ્રીપ
- 09021/22 વાપી-ગયા 9 જાન્યુઆરીથી 10 ટ્રીપ
- 09537/38 રાજકોટ-વારાણસી 17 જાન્યુઆરીથી પાંચ ટ્રીપ
- 09555/56 ભાવનગર-વારાણસી 18 જાન્યુઆરીથી પાંચ ટ્રીપ
- 09421 /22 સાબરમતી-વારાણસી 19 જાન્યુઆરીથી છ ટ્રીપ
- 09591/92 વેરાવળ-વારાણસી 20 જાન્યુઆરીથી બે ટ્રીપ કરશે
- 09029/30 વડોદરા-બલિયા 20 જાન્યુઆરીથી પાંચ ટ્રીપ
લાંબા અંતરના આ શહેરોમાંથી આરક્ષિત ટ્રેનો પ્રયાગરાજ આવશે
ગુવાહાટી, રંગપરા ઉત્તર, મુંબઈ સીએસટી, નાગપુર, પુણે, સિકંદરાબાદ, ગુંટુર, નાંદેડ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, પુરી, સંબલપુર, કન્યાકુમારી, તિરુવનંતપુરમ ઉત્તર, ચેન્નાઈ સેન્ટ્રલ, હાવડા, ડૉ. આંબેડકરનગર, વાપી, અમદાવાદ, રાજકોટ, વડોદરા, વલસાડ, ભાવનગર, જયનગર, દરભંગા, મુઝફ્ફરપુર, ધનબાદ, પટના, ગયા, રક્સૌલ, સહરસા, બેલાગવી, મૈસુર, ઉદયપુર સિટી, બાડમેર, ટાટાનગર, રાંચી વગેરે.