Teachers Day Speech in Gujarati: શિક્ષક દિવસને લઈને તૈયાર કરી લો શાનદાર સ્પીચ, સૌ કોઈ પ્રભાવિત થઈ જશે

શિક્ષક દિવસ પર હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયક ભાષણ તૈયાર કરો. શ્રેષ્ઠ ભાષણ દ્વારા શિક્ષકો પ્રત્યે પ્રેમ વ્યક્ત કરો.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sun 01 Sep 2024 01:49 PM (IST)Updated: Sun 01 Sep 2024 01:49 PM (IST)
teachers-day-speech-for-school-students-in-gujarati-389846

Teachers Day Speech in Gujarati: દર વર્ષે 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસ દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસના અવસર પર ઉજવવામાં આવે છે. દરેક વિદ્યાર્થી માટે શિક્ષકો પ્રત્યે પ્રેમ અને આદર વ્યક્ત કરવાનો સૌથી ખાસ દિવસ છે.

આ દિવસે શાળામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે અને વિદ્યાર્થીઓ શિક્ષક દિવસે શિક્ષકોના સન્માનમાં સ્પીચ પણ આપતા હોય છે. ત્યારે આજે અમે તમને શિક્ષક દિવસ નિમિત્તે શાનદાર સ્પીચ તૈયાર કરવાની ટિપ્સ આપવા જઈ રહ્યા છે. જે સ્પીચ સાંભળ્યા બાદ શિક્ષકો તેમજ સભામાં હાજર રહેલા તમામ લોકો પ્રભાવિત થઈ જશે.

Teachers Day Speech Tips

  • સૌથી પહેલા તમારો પરિચય આપો.
  • આ પછી સભામાં ઉપસ્થિત મહેમાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓને સન્માન આપતા તમારી સ્પીચ શરૂ કરો.
  • સ્પીચની શરૂઆતમાં શિક્ષકોને લગતા કેટલાક શ્લોકનો ઉપયોગ કરો.
  • હવે શિક્ષક દિવસની ઉજવણીનું કારણ જણાવીને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન ચરિત્ર વિશે વાત કરો. (તેમના વિશે માહિતી મેળવી લો)

આ પણ વાંચો – Teachers Day Wishes in Gujarati: શિક્ષક દિવસ પર મોકલો આ આકર્ષક શુભેચ્છા મેસેજ, શિક્ષકના મળશે આશીર્વાદ

  • સમય અનુસાર 'ગુડ મોર્નિંગ,' 'ગુડ આફ્ટરનૂન,' અથવા 'ગુડ ઈવનિંગ' કહી શકાય છે.
  • શિક્ષકોને સંબોધતી વખતે 'અમારા આદરણીય શિક્ષકો અને પ્રિય મિત્રોને શુભ સવાર' પણ કહી શકાય છે.
  • શ્રોતાઓનું ધ્યાન ખેંચવા માટે સ્પીચમાં આકર્ષક કોટ્સ, શબ્દસમૂહ અથવા મંત્ર પણ બોલી શકો છો.
  • ગુરુના માનમાં આ કહો- गुरू ब्रह्मा गुरू विष्णु, गुरु देवो महेश्वरा। गुरू साक्षात परब्रह्म, तस्मै श्री गुरुवे नम:।।
  • હવે શિક્ષક દિવસના ગહન મહત્વ અને જીવનમાં શિક્ષકની ભૂમિકા પર ભાર મુકતા કહો- 'આજે જ્યારે આપણે શિક્ષક દિન નિમિત્તે અહીં એકઠા થયા છીએ, ત્યારે હું દરેક શિક્ષકનો આભાર માનું છું કે જેઓ હંમેશા આપણને માર્ગદર્શન આપે છે. તમે અમને ફક્ત શીખવાની નવી રીત જ નથી શીખવી, પરંતુ અમને દરેક પરિસ્થિતિ સામે લડવા અને હંમેશા કંઈક નવું શીખતા રહેવાની પ્રેરણા પણ આપી છે. આજે આ પ્રસંગે હું શિક્ષક દિવસના ઈતિહાસ અને તેની ઉજવણીના કારણો વિશે વાત કરવા માંગુ છું.'

જેને આપે છે દરેક વ્યક્તિ સમ્માન
જે કરે છે વીરોનું નિર્માણ
જે બનાવે છે માણસને માણસ
આવા શિક્ષકને અમે કરીએ છીએ વંદન!
શિક્ષક દિવસની શુભકામનાઓ!

  • દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ છે. કહેવામાં આવે છે કે, એકવાર ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના શિષ્યો તેમનો જન્મદિવસ ઉજવવાની ઈચ્છા સાથે તેમની પાસે પહોંચ્યા. ત્યારે ડો.રાધાકૃષ્ણને તેમણે કહ્યું કે, મારો જન્મદિવસ અલગથી ઉજવવાને બદલે શિક્ષક દિનની ઉજવણી તરીકે ઉજવવામાં આવે તો મને ગમશે. ત્યારથી દર વર્ષે 5મી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષ 1962માં પ્રથમ વખત શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
  • અંતે એક શાનદાર કોટ્સ સાથે ભાષણ સમાપ્ત કરો.