Teachers Day Wishes in Gujarati: શિક્ષક દિવસ પર મોકલો આ આકર્ષક શુભેચ્છા મેસેજ, શિક્ષકના મળશે આશીર્વાદ

શિક્ષક દિવસના અવસર પર શિક્ષકોને મોકલો હૃદયસ્પર્શી શુભેચ્છાઓ. આ રહ્યા સુંદર અભિનંદન મેસેજ અને શુભકામનાઓ.

By: Dharmendra ThakurEdited By: Dharmendra Thakur Publish Date: Sun 01 Sep 2024 12:00 PM (IST)Updated: Sun 01 Sep 2024 12:25 PM (IST)
happy-teachers-day-wishes-quotes-messages-images-facebook-and-whatapp-status-status-in-gujarati-389772

Happy Teachers Day Wishes, Quotes Messages in Gujarati: ભારત દેશમાં શિક્ષકોનું ઘણું સન્માન કરવામાં આવે છે. શિક્ષકો બાળકોનું જીવન સુધારવાની સાથે તેમને માર્ગદર્શન આપવાનું કામ કરે છે. ત્યારે આપણા દેશમાં શિક્ષકોના સન્માનમાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ (Teachers Day 2024) ઉજવવામાં આવે છે. જો તમે આ પ્રસંગે તમારા શિક્ષકને શુભેચ્છા પાઠવવા માંગો છો, તો તમે આ આકર્ષક શુભેચ્છા મેસેજ દ્વારા શુભેચ્છા પાઠવી શકો છો.

Teachers Day Wishes in Gujarati - શિક્ષક દિવસની શુભેચ્છાઓ ગુજરાતીમાં

આપ્યો જ્ઞાનનો ખજાનો મને
કર્યો ભવિષ્ય માટે તૈયાર મને
જે કર્યો તમે એ ઉપકાર માટે
નથી શબ્દ મારી પાસે આભાર માટે
શિક્ષક દિવસની શુભેચ્છાઓ!

ગુરૂ ગોવિંદ દોઉ ખડે, કાકે લાગૂ પાય।
બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય।।
શિક્ષક દિવસની શુભકામનાઓ!

જીવનના દરેક અંધકારમાં,
પ્રકાશ બતાવો છો તમે.
બંધ થઈ જાય બધા દરવાજા,
નવા રસ્તા બતાવો છો તમે.
માત્ર પુસ્તકીયું જ્ઞાન નહીં,
જીવન જીવવાનું શીખવો છો તમે,
શિક્ષક દિવસની શુભેચ્છાઓ!

અક્ષર-અક્ષર આપણને શીખવે
શબ્દ-શબ્દનો અર્થ સમજાવે
ક્યારેક પ્રેમથી તો ક્યારેક નિંદા સાથે
જીવન જીવવું આપણને શીખવાડતા!
શિક્ષક દિવસની શુભકામનાઓ!

મારા જેવા શૂન્યને 'શૂન્ય'
નું જ્ઞાન શીખવ્યું.
દરેક અંક સાથે 'શૂન્ય'
જોડવાનું મહત્વ સમજાવ્યું
શિક્ષક દિવસની શુભેચ્છાઓ!

શિક્ષક તારા આભારનો
કેવી રીતે ચૂકવું મોલ
લાખ કિંમતી ધન ભલું
ગુરુ છે મારા અમોલ!
શિક્ષક દિવસની શુભકામનાઓ!

તમે મારા જીવનની પ્રેરણા છો,
તમે હંમેશા મને સત્ય
અને શિસ્તનો પાઠ ભણાવ્યો છે
શિક્ષક દિવસની શુભેચ્છાઓ!

તમારાથી જ શીખ્યો, તમારાથી જ જાણ્યો
તમને જ મેં ગુરુ માણ્યો
શીખ્યો છું બધું તમારી પાસેથી હું
કલમનો અર્થ તમારાથી જ જાણ્યો
શિક્ષક દિવસની શુભકામનાઓ!

જે બનાવે આપણને માણસ
અને શીખવે સાચા-ખોટા વચ્ચેનો તફાવત
દેશના એ નિર્માતાઓને
અમે કરીએ છીએ સલામ
શિક્ષક દિવસની શુભેચ્છાઓ!

જેને આપે છે દરેક વ્યક્તિ સમ્માન
જે કરે છે વીરોનું નિર્માણ
જે બનાવે છે માણસને માણસ
આવા શિક્ષકને અમે કરીએ છીએ વંદન!
શિક્ષક દિવસની શુભકામનાઓ!

શિક્ષણથી મોટું કોઈ વરદાન નથી
ગુરુના આશીર્વાદ મળે,
આનાથી મોટું કોઈ સન્માન નથી!
શિક્ષક દિવસની શુભેચ્છાઓ!