Papad Recipe: કાચી કેરી બજારમાં ભરપૂર મળી રહી છે. જો તમે આ કેરીઓમાંથી માત્ર ચટણી અને અથાણું જ બનાવો છો. તો હવે ટ્રાય કરો ટેસ્ટી કેરીના પાપડ (આમ પાપડ). આમ તો ઘરે કેરીના પાપડ બનાવવા એ એક મુશ્કેલીભર્યું કામ લાગે છે, પરંતુ આ સરળ રેસિપીથી તેને ઝપપટ બનાવીને તૈયાર કરી શકાય છે. તો નોંધી લો આ સરળ રેસિપી.
સામગ્રી
- કાચી કેરી- 4
- ખાંડ - 1/2 કપ
- ઘી - 1 ચમચી
- ગરમ મસાલો - 1/2 ચમચી
- સિંધવ મીઠું - સ્વાદ મુજબ
- લાલ મરચું પાવડર – 1 ચમચી
બનાવવાની રીત
કેરીના પાપડ બનાવવા માટે સૌથી પહેલા કેરીને સારી રીતે ધોઈને પાણી સુકાઈ જાય ત્યાં સુધી સૂકવી લો. પછી કેરીને છોલી લો.
હવે તેમાંથી પલ્પ કાઢી લો. પછી એક મોટું વાસણ લો, તેમાં કેરીના ટુકડા અને 1 કપ પાણી નાખીને ગેસ પર ઉકળવા માટે રાખી દો.
આમાં વાસણને ઢાંકીને 4 થી 5 મિનિટ કેરીના ટુકડા નરમ થઈ જાય ત્યાં સુધી પકાવી લો. 5 મિનિટ પછી કેરીને ચેક કરી લો. જો કેરીના ટુકડા નરમ થઈ ગયા છે, તો ગેસ બંધ કરી દો.
હવે પલ્પને ઠંડુ કરો અને તેને ગરણીની મદદથી ગાળી લો. આ પછી, બાકીના કેરીના રેસા કાઢી નાખો અને ગાળેલા કેરીના પલ્પનો ઉપયોગ કરો.
હવે તેમાં ખાંડ, ગરમ મસાલો, સિંધવ મીઠું અને લાલ મરચું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. કેરીના પલ્પમાં ખાંડ અને મસાલા જ્યારે સારી રીતે મિક્સ થઈ જાય, ત્યારે પલ્પને થોડો ઘટ્ટ થાય ત્યાં સુધી ફરીથી પકાવી લો.
હવે તેને કોઈ પ્લેટ અથવા ટ્રે પર પોલિથીન શીટ રાખીને કેરીના પાકેલા દ્રાવણને પોલીથીનમાં નાખીને પાતળો ફેલાવી લો. પછી બાકીના પલ્પને બીજી શીટ પર ફેલાવી દો.
હવે તડકામાં કેરીના પાપડને સૂકવી લો. જ્યારે તે સારી રીતે સુકાઈ જાય, ત્યારે તમારા કેરીના પાપડ બનીને તૈયાર થઈ જશે. તેની ઉપર સિંધવ મીઠું નાખો અને સર્વ કરો.