Gujarati Kadhi Recipe: ફક્ત 10 મિનિટમાં ખુબજ ટેસ્ટી ખાટી-મીઠી ગુજરાતી કઢી બનાવવાની પરફેક્ટ રેસીપી

By: Jagran GujaratiEdited By: Jagran Gujarati Publish Date: Wed 21 Feb 2024 05:49 PM (IST)Updated: Wed 21 Feb 2024 06:48 PM (IST)
how-to-make-a-delicious-gujarati-kadhi-recipe-step-by-step-286935

Gujarati Kadhi Recipe: ગુજરાતી ઘરમાં કઢી તો બનતી જ હોય છે. પરંતુ આજે ગુજરાતી જાગરણ થોડી અલગ સ્ટાઈલમાં ગુજરાતી કઢી બનાવવાની રેસિપી તમને જણાવશે. જેનો સ્વાદ તમને અલગ જ લાગશે. તો ચાલો શરૂ કરીએ ગુજરાતી કઢી બનાવવાની રેસિપી.

ગુજરાતી કઢી બનાવવાની સામગ્રી

  • ચણાનો લોટ
  • દહીં કે ખાટી છાસ
  • મીઠું
  • આદુ
  • લીલા મરચા
  • રાઈ
  • હીંગ
  • તજ
  • જીરું
  • સુકા લાલ મરચા
  • મીઠા લીમડાના પાન
  • બટાકું
  • મુળો
  • કોથમરી

ગુજરાતી કઢી બનાવવાની રીત

  • એક તપેલીમાં થોડો ચણાનો લોટ લો. પછી તેમા ખાટી છાસ કે દહીં ઉમેરી બરાબર મિક્સ કરો.
  • પછી તેમા આદુ અને લીલા મરચાની પેસ્ટ ઉમેરો.
  • હવે તેમા બે ગ્લાસ પાણી, મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો.
  • વહે મોટી કઢાઈમાં ઘી ગરમ કરો. પછી તેમા રાઈ, હીંગ, તજ, જીરું, સુકા લાલ મરચા, મીઠા લીમડાના પાન ઉમેરો. હવે તેમા સમારેલું થોડું બટાકુ અને થોડો મુળો ઉમેરો.
  • પછી થોડું પાણી ઉમેરી થોડીવાળ ઉકાળો. તમે ખાંડ ઉમેરવા માંગતા હોય તો ઉમેરી શકો છો.
  • હવે ચણાના લોટ વાળું મિશ્રણ અહીં ઉમેરો. પછી તેને બરાબર ઉકળવા દો. પછી તેમા કોથમરી ઉમેરો. તો તૈયાર છે તમારી ગુજરાતી કઢી. (તસવીર પ્રિન્ટરેસ્ટ)