Trump Claims: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બીજી વખત રાષ્ટ્રપતિ બન્યા પછી, મેં અત્યાર સુધીમાં 7 યુદ્ધો બંધ કર્યા છે, જેમાંથી 4ને રોકવા માટે મેં ટેરિફ અને ટ્રેડ મારા હથિયાર બનાવ્યા છે.
તેમણે કહ્યું, મેં યુદ્ધો લડી રહેલા દેશોને કહ્યું હતું કે- જો તમે લડવા જાઓ છો અને બધાને મારવા માંગો છો, તો તે ઠીક છે, પરંતુ જ્યારે તમે અમારી સાથે વેપાર કરો છો ત્યારે હું તમારા બધા પર 100% ટેરિફ લાદીશ. તે બધાએ હાર માની લીધી. અમે ટેરિફના રૂપમાં ટ્રિલિયન ડોલર લઈ રહ્યા છીએ અને ટેરિફના કારણે યુદ્ધો અટકાવી રહ્યા છીએ.
'ભારત પર સેકન્ડરી ટેરિફ લાદવામાં આવ્યો હતો કારણ કે…'
અગાઉ, યુએસ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે રશિયાને યુક્રેન પર હુમલો કરતા રોકવા માટે આક્રમક આર્થિક દબાણનો આશરો લીધો છે. આ જ કારણ છે કે ભારત પર પણ ટેરિફ લાદવામાં આવ્યા છે.
જેડી વાન્સે કહ્યું કે અમેરિકા દ્વારા લેવામાં આવી રહેલા આ પગલાંનો ઉદ્દેશ્ય રશિયાની ઓઇલ અર્થવ્યવસ્થામાંથી થતી કમાણી ઘટાડવાનો છે. તેમણે કહ્યું કે આનાથી રશિયા નબળું પડશે અને યુદ્ધ અટકાવવામાં મદદ મળશે તેવી શક્યતા છે.