Surat | Gujarat Rain Data: ગુજરાતમાં વરસાદની સિસ્ટમ સક્રિય થતાં છેલ્લા પાંચેક દિવસથી સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. જ્યાં હાલ વરસાદનું જોર જરૂર ઘટ્યું છે, પરંતુ છૂટાછવાયા વરસાદના હળવાથી ભારે ઝાપટા હજુ પણ વરસી રહ્યા છે.
આજે રાજ્યના 153 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો
આજે સવારથી બપોરે 2 વાગ્યા સુધી રાજ્યના 153 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી વધુ 105 મિ.મી (4.1 ઈંચ) વરસાદ વલસાડ જિલ્લાના ધરમપુરમાં ખાબક્યો છે. આ સિવાય જૂનાગઢના ભેંસાણમાં 93 મિ.મી (3.6 ઈંચ), વલસાડના પારડીમાં 89 મિ.મી (3.5 ઈંચ), તાપી જિલ્લાના વ્યારામાં 80 મિ.મી (3.1 ઈંચ), સોનગઢમાં 71 મિ.મી (2.8 ઈંચ), નવસારીના ખેરગામમાં 66 મિ.મી (2.6 ઈંચ), અમરેલીના કુકાવાવમાં 56 મિ.મી (2.2 ઈંચ) વરસાદ વરસ્યો છે.
આ પણ વાંચો
બપોરે 12 થી 2 વાગ્યા સુધીના 2 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 92 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જે પૈકી સૌથી 35 મિ.મી (1.3 ઈંચ) સુરતના માંડવી તાલુકામાં ખાબક્યો છે. આ સિવાય તાપીના સોનગઢમાં 27 મિ.મી, વ્યારામાં 22 મિ.મી, દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં અને નર્મદાના નાંદોદમાં 20-20 મિ.મી વરસાદ નોંધાયો છે.
આજે આખા દિવસ દરમિયાન અત્યાર સુધીમાં 27 તાલુકામાં 1 ઈંચથી વધુ, 9 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 4 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જો સુરત શહેરની વાત કરીએ તો આજે વહેલી સવારથી જ પીપલોદ, અઠવાલાઇન્સ, વેસુ,અડાજણ, રાંદેર, વરાછા, કતારગામ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો.
સુરતમાં શહેરમાં આવેલા કોઝવેની બપોરે 12 કલાકે સ્થિતિ
કોઝવેની ભયજનક સપાટી : 6 મીટર
આજે બપોરે 12 વાગ્યે સપાટી :- 7.15 મીટર
કોઝવે ઓવરફ્લો થયો હોવાથી વાહન વ્યવહાર માટે બંધ છે.
ઉકાઇ ડેમની 12 કલાકે સપાટી
ઉકાઇ ડેમની સપાટી :- 335.24 ફૂટ
ઈનફલો :- 55223 ક્યુસેક
આઉટફ્લો :- 23440 ક્યુસેક