Navsari: નવસારી LCBની ટીમે રૂ.61.60 લાખના વિદેશી દારૂ ભરેલો ટેમ્પો ઝડપ્યો, ડ્રાઈવરની ધરપકડ

રાજકોટ-જૂનાગઢ હાઈવે પર વીરપુર પહોંચી પ્રકાશ પટેલને ફોન કરવાનું કહેવામાં આવ્યું હતુ

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Sat 23 Aug 2025 06:34 PM (IST)Updated: Sat 23 Aug 2025 06:34 PM (IST)
navsari-news-lcb-seized-rs-61-60-lakh-liquor-held-eisher-driver-590670
HIGHLIGHTS
  • બોરીયાવ ટોલનાકા નજીક વૉચ ગોઠવી હતી

Navsari: નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) પોલીસની ટીમે નેશનલ હાઈવે નંબર 48 પર દારૂની હેરાફેરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે બોરીયાચ ટોલનાકા પાસેથી નાકાબંધી કરીને એક આઈસર ટેમ્પોને ઝડપી પાડ્યો હતો, જેમાંથી પોલીસે 61.60 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.

​નવસારી એલ.સી.બી.પોલીસની ટીમે મુંબઈથી અમદાવાદ તરફ જતી લેન પર વોચ ગોઠવવામાં આવી હતી. આ દરમિયાન શંકાસ્પદ આઇસર ટેમ્પો પસાર થતાં તેને અટકાવી તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. ​પોલીસે દારૂ અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. 72,03,800ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂ. 61,60,800નો વિદેશી દારૂ, રૂ. 10 લાખની કિંમતનો ટેમ્પો, રૂ 23,000 રોકડા અને બે મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે.

આ ઘટનામાં પોલીસે ટેમ્પા ડ્રાઈવર મનીષ કુમાર ચિંતામણી શુક્લાને ઝડપી પાડ્યો છે. તેમજ રાજકોટથી જૂનાગઢ હાઈવે પર વીરપુર ખાતે પ્રકાશ પટેલને ફોન કરવાથી દારૂના જથ્થા સહિતનો આઇસર ટેમ્પો લઈ જનાર અજાણ્યો ઇસમ અને આઇસર ટેમ્પોના માલિકને વોન્ટેડ જાહેર કરી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.