Navsari News: બીલીમોરા રોડ પર નાદરખા ગામ પાસે એક CNG રિક્ષામાં અચાનક આગ લાગી હતી. આગની જ્વાળાઓ જોતાં જ ડ્રાઈવરે તત્કાલ સૂઝબૂઝ વાપરીને ચાલુ વાહનમાંથી કૂદકો માર્યો હતો. ચાલુ વાહનમાંથી કૂદવાના કારણે ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ થઈ હતી. બીજી તરફ ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળે જઈને આગ પર કાબુ મેળવ્યો હતો.
મળતી માહિતી મુજબ બીલીમોરા રોડ પર નાદરખા ગામ પાસે એક CNG રિક્ષા લઈને ચાલક પસાર થઇ રહ્યો હતો દરમ્યાન કોઈ કારણોસર રિક્ષામાં આગ લાગી હતી. આગની જ્વાળાઓ જોતાં જ ડ્રાઈવરે તત્કાલ સૂઝબૂઝ વાપરીને ચાલુ વાહનમાંથી કૂદકો માર્યો હતો. ચાલુ વાહનમાંથી કૂદવાના કારણે ડ્રાઈવરને સામાન્ય ઈજાઓ થઈ હતી.
રિક્ષામાં આગ લાગી હોય બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી, ફાયર વિભાગના જવાનો દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ ઘટનામાં સંપૂર્ણ રિક્ષા આગની ઝપેટમાં આવી ગઇ હતી.