Maha Kumbh Special Train: મુસાફરોની સુવિધા માટે અને મહાકુંભ મેળા-2025 દરમિયાન મુસાફરોના વધારાના ધસારાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ ભાવનગર ટર્મિનસ - લખનઉ વચ્ચે વિશેષ ભાડા પર એક વન-વે સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના સીનીયર ડીસીએમ માસૂક અહમદના જણાવ્યા મુજબ આ સ્પેશિયલ ટ્રેનની વિગતો નીચે મુજબ છેઃ
ટ્રેન નંબર 09237 ભાવનગર ટર્મિનસ-લખનઉ વન-વે સ્પેશિયલ
ટ્રેન નંબર 09237 ભાવનગર ટર્મિનસ - લખનઉ સ્પેશિયલ ભાવનગર ટર્મિનસથી શનિવાર, 11 જાન્યુઆરી, 2025ના રોજ રાત્રે 9:45 કલાકે ઉપડશે, જે સોમવારે સવારે 04:00 કલાકે લખનઉ પહોંચશે.
આ ટ્રેન રૂટમાં ભાવનગર પરા, ધોળા, બોટાદ, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, ચાંદલોડિયા, મહેસાણા, પાલનપુર, આબુ રોડ, મારવાડ, અજમેર, જયપુર, ગાંધીનગર જયપુર, દૌસા, બાંદીકુઇ, ભરતપુર, અછનેરા, આગરા ફોર્ટ, ટુંડલા, ઇટાવા, કાનપુર સેન્ટ્રલ અને ઉન્નાવ સ્ટેશનો પર રોકાશે.
આ ટ્રેનમાં સ્લીપર ક્લાસના 20 કોચ અને જનરલ સેકન્ડ ક્લાસના 2 કોચ હશે.
ટ્રેન નંબર 09237નું બુકિંગ 09 જાન્યુઆરી, 2025 (ગુરૂવાર)થી તમામ PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર શરૂ થશે. આ ટ્રેનના સ્ટોપેજ, સમય અને કમ્પોઝિશન સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરોએ રેલવેની વેબસાઇટ www.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.