Kapda Matching Karva Che Views on Youtube: નવરાત્રી પહેલા હાલ એક ગીતે ગુજરાતભરમાં ભારે ધૂમ મચાવી છે. આ ગીત એટલે મારે કપડાં મેચિંગ કરવા છે. આ ગીત યુ-ટ્યુબ પર 1 કરોડથી પણ વધુ વાર જોવાઈ ગયું છે તેમજ ઈન્ટાગ્રામ પર તેના પર લાખોથી પણ વધારે વાર રિલ બની ચૂકી છે.
આ ગીતને કૌશિક ભરવાડ અને હીના મીરે ખુબ જ મધુર અવાજમાં ગાયું છે. એકવાર સાંભળનારા આ ગીતને વારંવાર સાંભળી રહ્યા છે. આ ગીતને મીર અનિલ અને રાહુલ ડાફડાએ લખ્યું છે. જ્યારે મ્યુઝિક અજય વાઘેશ્વરીનું છે. ગીતની બે કડી બહુ જોરદાર છે: મારે કપડાંનું મેચિંગ કરી તારી હારે ગરબા રમવું છે, મારે કપલ ઘડિયાર પહેરી તારી હારે ફોટો પાડવા છે.
આ ગીતને ગુજરાત ભરમાં એટલી લોકચાહના મળી રહી છે કે નવરાત્રીમાં આ ગીત ધૂમ મચાવશે તેમા બે મત નથી.
ગીતના શબ્દો જોઈએ તો…
મારે શોળ શણગાર સજી ધજી તારી હારે ફોટા પાડવા છે.
મારે કપડાં મેચિંગ કરવા છે હો ઓ હો મારે કપડાં મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે
મારી મીઠુંડી હાર મન મળે તો ભવના ફેરા ફરવા છે
મારા વાલમ હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે
આ દાઢીવાળા જુવાનીયા હારે મારી જોડી જામે છે
એક નમણી નાગરવેલ જેવી હો ઓ હો એક નમણી નાગરવેલ જેવી ઢેલડી મને બહુ ગમે
એતો જ્યારે સામે આવે મન મોર બની થનગાટ કરે.