Bigg Boss 19 First Nomination: સલમાન ખાનનો લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ સીઝન 19 શરૂ થઈ ગયો છે. પહેલા જ એપિસોડ પછી ઘરમાં ઘણી ધમાલ અને બબાલ જોવા મળી રહ્યો છે. શો શરૂ થયાના બીજા જ દિવસે હવે નોમિનેશનની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. આ વખતે એક નહીં, પરંતુ 7 કન્ટેસ્ટન્ટ્સના નામ નોમિનેશનમાં સામેલ થયા છે.
જિયો હોટસ્ટાર પર શેર થયેલા લેટેસ્ટ પ્રોમો વીડિયો અનુસાર કોન્ફરન્સ હોલમાં હાજર તમામ 16 સભ્યોએ એકબીજાની ખામીઓ જણાવીને તેમને નોમિનેટ કરવાના હતા. જે સભ્યનું નામ જેટલી વધુ વખત આવ્યું, તેને આ અઠવાડિયા માટે નોમિનેટ કરવામાં આવ્યો. આ પ્રક્રિયાના આધારે 7 સભ્યોના નામ સામે આવ્યા છે જેમના પર એલિમિનેશનનો ખતરો મંડરાઈ રહ્યો છે.
નોમિનેટ થયેલા કન્ટેસ્ટન્ટ્સ
અભિષેક બજાજ (Abhishek Bajaj), ગૌરવ ખન્ના (Gaurav Khanna), ઝીશાન કાદરી (Zeeshan Qadri), નીલમ ગીરી (Neelam Giri), તાન્યા મિત્તલ (Tanya Mittal), નતાલિયા જાનોસઝેક (Natalia Janoszek) અને પ્રણીત મોરે (Pranit More).
રસપ્રદ વાત એ છે કે આ બધા જ સભ્યો ઘણા લોકપ્રિય અને મજબૂત દાવેદારો માનવામાં આવે છે. ખાસ કરીને ગૌરવ ખન્નાને આ વખતે બિગ બોસનો સ્ટાર ફેસ માનવામાં આવે છે. તેમની સરખામણી બિગ બોસ 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લા સાથે કરવામાં આવી રહી છે, કારણ કે સિદ્ધાર્થ પણ ટીવી ઇન્ડસ્ટ્રીનું એક મોટું નામ હતા અને ગૌરવ પણ તે જ કેટેગરીમાં આવે છે. આવા સ્ટાર કન્ટેસ્ટન્ટનું પહેલા જ અઠવાડિયામાં નોમિનેટ થવું ચિંતાનો વિષય માનવામાં આવે છે.