World’s Smallest Gold Ganesha Idol: સુરતમાં એક જવેલર્સ દ્વારા 22 કેરેટ સોનાની ગણેશજી અને લક્ષ્મીજીની મૂર્તિઓ બનાવી છે. આ મૂર્તિઓ માત્ર 1 ઇંચ ઊંચી અને 10 ગ્રામ વજનની છે, આ મૂર્તિ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડસ (BIS) સર્ટિફાઇડ છે. આ મુર્તિ બનાવવામાં 15થી 20 દિવસ લાગ્યા છે.
મૂર્તિઓ માત્ર 1 ઇંચ ઊંચી અને 10 ગ્રામ વજનની
સુરત શહેરમાં એક જવેલર્સ દ્વારા ગણપતીજી અને લક્ષ્મીજીની મૂર્તિ બનાવી છે. આ મૂર્તિ ખાસ છે કારણ કે આ સૌથી નાની 1 ઇંચની સાઈઝમાં 22 કેરેટ ગોલ્ડ ફોર્મમાં બનાવવામાં આવી છે. આ મૂર્તિ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડસ (BIS) સર્ટિફાઇડ છે. આ મૂર્તિઓ માત્ર 1 ઇંચ ઊંચી અને 10 ગ્રામ વજનની છે, જેની કિમંત દોઢ લાખ સુધીની છે. આટલી નાની મૂર્તિ હોવા છતાં એની ક્લિયારિટી જબરદસ્ત છે. 10 ફૂટની મૂર્તિમાં જે પ્રકારની ગણેશજીના ચહેરાની અને શણગારની ક્લિયારિટી હોય છે, એ આ 1 ઇંચની મૂર્તિમાં પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે. સાતથી આઠ સ્પેશિયાલિસ્ટની ટીમે રાત-દિવસ એક કરીને આ શ્રેષ્ઠ કારીગરી કરી છે. આ મૂર્તિ બનાવવામાં 15 થી 20 દિવસ લાગ્યા છે.

7 થી 8 કારીગરોએ યોગદાન આપ્યું
જવેલર્સ વિરેનભાઈ ચોક્સીએ જણાવ્યું હતું કે વિશ્વની નાનામાં નાની 1 ઇંચની સાઈઝમાં 22 કેરેટ ગોલ્ડ ફોર્મમાં ગણેશજી અને લક્ષ્મીજીની પ્રતિમા બનાવી છે આ મૂર્તિ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડસ (BIS) સર્ટિફાઇડ છે. આ મૃતી બનાવવામાં 15 થી 20 દિવસ લાગ્યા છે. 7 થી 8 કારીગરોએ તેમનું યોગદાન આપ્યું છે. આ મૂર્તિ ટોટલ 1 ઇંચની સાઈઝમાં છે અને 10 ફૂટના ગણેશજીમાં જે પ્રકારે ચહેરાનો હાવભાવ હોય, રૂપ, વસ્ત્રો જે કલીયરીટી દેખાતી હોય છે તેટલી જ ક્લીયરીટી સાથે અમે લોકોએ આ એક ઇંચની જે મૂર્તિ બનાવી છે તેમાં દર્શાવ્યું છે.
આ પણ વાંચો

લોકોના બજેટમાં મળી રહે તે ધ્યાનમાં રાખીને બનાવી
આ બનાવવામાં અમે સ્પેશીયલ થ્રીડી પ્રિન્ટ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. વધુમાં જણાવ્યું હતું કે આ પ્રતિમાની કિમંત 1 લાખથી દોઢ લાખ સુધીની છે. આ પ્રતિમા ખાસ કરીને ગણેશ ઉત્સવ અને દિવાળીના તહેવારને ધ્યાને રાખીને બનાવવામાં આવી છે. દિવાળી પર લોકો લક્ષ્મીજીની પૂજા કરતા હોય છે અને દર વર્ષે ડીમાંડ પણ રહેતી હોય છે. ગોલ્ડના ભાવ જે રીતે વધી રહ્યા છે તે પણ અમારે ધ્યાનમાં રાખવું પડે છે લોકોના બજેટમાં મળી રહે તે બધું ધ્યાનમાં રાખીને બનાવી છે.