Bhavnagar: અલંગમાં એક જ ખોલીમાં રહેતા પરપ્રાંતિય શ્રમિકો વચ્ચે ખેલાયો ખૂની ખેલ, મિત્રએ બોથડ પદાર્થના ઘા ઝીંકી મિત્રને મોતને ઘાટ ઉતાર્યો

મિત્રને મોતને ઘાટ ઉતાર્યા બાદ હત્યારો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. પાડોશમાં રહેતા પરપ્રાંતિય ઈસમે પોલીસમાં ફરિયાદ નોંધાવી

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 26 Aug 2025 05:02 PM (IST)Updated: Tue 26 Aug 2025 05:02 PM (IST)
bhavnagar-crime-news-friend-killed-friend-in-alang-592195
ફાઈલ ફોટો
HIGHLIGHTS
  • 3800 રૂપિયા માટે બે મિત્રો વચ્ચે માથાકૂટ થઈ હતી

Bhavnagar: ભાવનગર જિલ્લાના અલંગમાં પ્લોટ નંબર 24- 0સામે એક જ ખોલીમાં સાથે રહેતા મિત્ર એ મિત્ર ની હત્યા કરી ને ફરાર થઈ ગયા ની ઘટના સામે આવી છે.આ બનાવની જાણ પોલીસને મોડેથી થઇ હતી.મૃતકને પી.એમ માટે ભાવનગર ખસેડવામાં આવ્યો છે. પડોશમાં રહેતા ઇસમ ને પોલીસે ફરિયાદી બનાવ્યો છે.કારણકે મૃતક એકલોજ અહીં રહેતો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ભાવનગર જિલ્લાના અલંગ શિપ યાર્ડ ના પ્લોટ નં.24 /0 ની સામે મજૂરોને રહેવા માટે ખોલીઓ આપવામાં આવેલ છે.એ ખોલી મા ઉત્તર પ્રદેશથી અહીં પેટીયું રળવા આવેલ યોગેન્દ્ર માલી સૈની (51) અને તેની સાથે આજ ખોલીમાં ઝારખંડનો ટેક્લાલ મહંતો બંને સાથે રહેતા હતા.

Surat: લાલદરવાજામાં રફ્તારનો કહેર કેમેરામાં કેદ, ચિક્કાર પીધેલા સ્કોર્પિયો કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવી 50 મીટર ઢસડ્યું

બંને વચ્ચે મોડીરાત્રે રૂ.3800ના મામલે ઝઘડો થયો હતો.જેને લઈ ટેક્લાલ મહંતોએ મોઢા અને માથાના ભાગે બોથડ પદાર્થ હથિયાર તરીકે ઉપયોગ કરી ને મારી દેતા લોહી લુહાણ હાલતે યોગેન્દ્ર સૈની જમીન પર પડી ને મોત ને ભેટ્યો હતો.

આ ઘટના પોલીસના ધ્યાને આવે તે પહેલાજ પોતાની સાથે જ રહેતા શ્રમિકને મોત ને ઘાટ ઉતારી આરોપી ફરાર થઈ ગયો હતો.પોલીસે પાડોશમાં રહેતા પરપ્રાંતીય સુનિલ નામના ઇસમ ની ફરિયાદ નોંધીને હત્યારાને શોધવા ક્વાયત હાથ ધરી છે.