Western Railway: મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવેએ ભાવનગર ડિવિઝન થઈને ચાલતી ત્રણ જોડી સ્પેશિયલ ટ્રેનોની ફ્રિકવન્સીને 31 ડિસેમ્બર, 2025 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. ભાવનગર ડિવિઝનના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ આ અંગેની જાહેરાત કરી છે. આ નિર્ણયથી આ રૂટ પર નિયમિત મુસાફરી કરતા લોકોને મોટી રાહત મળશે.
કઈ ટ્રેનોનો સમયગાળો લંબાવવામાં આવ્યો છે?
ગાંધીગ્રામ – બોટાદ – ગાંધીગ્રામ દૈનિક સ્પેશિયલ (અનરિઝર્વ્ડ):
ટ્રેન નંબર 09211/09212 ગાંધીગ્રામ - બોટાદ અને બોટાદ - ગાંધીગ્રામ સ્પેશિયલ ટ્રેનની મુસાફરીનો સમયગાળો જે અગાઉ 30 સપ્ટેમ્બર, 2025 સુધીનો હતો, તેને હવે 31 ડિસેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવ્યો છે.
ભાવનગર – ગાંધીગ્રામ – ભાવનગર દૈનિક સ્પેશિયલ (અનરિઝર્વ્ડ):
ટ્રેન નંબર 09216/09215 ભાવનગર - ગાંધીગ્રામ અને ગાંધીગ્રામ - ભાવનગર સ્પેશિયલ ટ્રેન પણ હવે 30 સપ્ટેમ્બર, 2025ને બદલે 31 ડિસેમ્બર, 2025 સુધી ચાલુ રહેશે.
ભાવનગર – ધોલા – ભાવનગર દૈનિક સ્પેશિયલ (અનરિઝર્વ્ડ):
ટ્રેન નંબર 09530/09529 ભાવનગર - ધોલા અને ધોલા - ભાવનગર સ્પેશિયલ ટ્રેન માટે પણ મુસાફરીનો સમયગાળો 31 ડિસેમ્બર, 2025 સુધી વધારવામાં આવ્યો છે.
આ નિર્ણયથી આ રૂટ પર મુસાફરી કરતા યાત્રીઓને સરળ અને સુવિધાજનક સેવા મળતી રહેશે.