Surat: શહેરના લાલદરવાજા વિસ્તારમાં રફ્તારના કહેરની ઘટના નજીકના CCTVમાં કેદ થઈ જવા પામી છે. જેમાં અહીંની અમિષા હોટલ નજીક નશામાં ધૂત સ્કોર્પિયો કારના ચાલકે ઓલા બાઈકના ચાલકને પાછળથી ટક્કર મારી હતી. આ ઘટનામાં બાઈક પર સવાર બે લોકોનો આબાદ બચાવ થયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના પાલનપુર જકાતનાકા નજીક રહેતા ગણેશભાઈ ચૌહાણ (22) ઓલા બાઈક ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે તેઓ સુરત રેલવે સ્ટેશનથી પેસેન્જર લઈને લાલદરવાજા સ્થિત અમિષા હોટલ નજીકથી પસાર થઈ રહ્યા હતા.
આ પણ વાંચો
આ દરમિયાન પાછળથી આવેલી સ્કોર્પિયો કારના ચાલકે ગણેશભાઈના બાઈકને અડફેટમાં લીધુ હતુ. જેના કારણે ગણેશભાઈ અને બાઈકની પાછળ બેઠેલો પેસેન્જર નીચે પટકાયા હતા. આટલું જ નહીં, અકસ્માત સર્જ્યા બાદ પણ સ્કોર્પિયોના ચાલકે પોતાનું વાહન ઉભું ના રાખીને 50 મીટર સુધી બાઈકને ઢસડીને લઈ ગયો હતો. જો કે બાઈક ફસાઈ ગયું હોવાના કારણે આગળ જતાં સ્કોર્પિયો અટકી ગઈ હતી. સદ્દનસીમાં આ અકસ્માતમાં બાઈક પર સવાર બન્ને લોકોને સમાન્ય ઈજા પહોંચી હતી.
Surat: લાલદરવાજામાં રફ્તારનો કહેર કેમેરામાં કેદ, ચિક્કાર પીધેલા સ્કોર્પિયો કારના ચાલકે બાઈકને ઠોકરે ચડાવી 50 મીટર ઢસડ્યું pic.twitter.com/sK7jJM4lZb
— Gujarati Jagran (@gujaratijagran) August 26, 2025
આ ઘટનાને લઈને સ્થાનિકો એકઠા તઈ ગયા હતા અને કાર ચાલકને ઝડપી પાડ્યો હતો. જેની તપાસ કરતાં તે ચિક્કાર પીધેલી હાલતમાં હતો. આખરે જાણ કરતાં મહીધરપુરા પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચતા સ્કોર્પિયોના ચાલકને તેમને હવાલે કરવામાં આવ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સ્કોર્પિયો ચાલકની ઓળખ જીગ્નેશ દીપક ધામેલ તરીકે થઈ છે. હાલ તો પોલીસે કાર ચાલક વિરુદ્ધ ડ્રીન્ક એન્ડ ડ્રાઈવનો ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.