Salman Khan હોસ્ટેડ રિયાલિટી શો 'Bigg Boss 19' આજથી શરૂ થશે, જાણો OTT અને ટીવી પર ક્યાં લાઈવ જોઈ શકાશે

સલમાન ખાન હોસ્ટેડ બિગ બોસ સીઝન 19 OTT પ્લેટફોર્મ જિયો હોટસ્ટાર પર રાત્રે 9 વાગ્યે અને ટીવી ચેનલ કલર્સ પર રાત્રે 10:30 વાગ્યે ટેલિકાસ્ટ કરવામાં આવશે.

By: Kajal ChauhanEdited By: Kajal Chauhan Publish Date: Sun 24 Aug 2025 10:24 AM (IST)Updated: Sun 24 Aug 2025 10:24 AM (IST)
salman-khan-bigg-boss-19-premiere-live-date-and-time-on-ott-platform-jio-hotstar-colors-tv-590858

Bigg Boss 19 Live Streaming: સુપરસ્ટાર સલમાન ખાનનો રિયાલિટી શો બિગ બોસ સીઝન 19 આજથી શરૂ થવા જઈ રહ્યો છે. દર્શકો આ શો માટે ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. ચાલો જાણીએ કે બિગ બોસ 19 પ્રીમિયર OTT અને ટીવી પર ક્યારે અને ક્યાં લાઈવ જોઈ શકાશે.

Bigg Boss 19 Live ક્યાં જોઈ શકાશે

બિગ બોસ 19ના પ્રીમિયરની તારીખની જાહેરાત મેકર્સે પહેલા જ કરી દીધી હતી. રવિવાર 24 ઓગસ્ટ, એટલે કે આજે આ શોની શરૂઆત થવા જઈ રહી છે. હંમેશાની જેમ સલમાન ખાનના આ રિયાલિટી શોનો આનંદ દર્શકો ટીવી ચેનલ કલર્સ (Colors TV) પર માણી શકશે. આ શો દરરોજ રાત્રે 10:30 વાગ્યે કલર્સ પર ટેલિકાસ્ટ કરવામાં આવશે.

ઓનલાઈન સ્ટ્રીમિંગની વાત કરીએ તો આ વખતે બિગ બોસ સીઝન 19 પ્રખ્યાત OTT પ્લેટફોર્મ જિયો હોટસ્ટાર (Jio Hotstar) પર જોઈ શકાશે. નોંધનીય બાબત એ છે કે OTT પર બિગ બોસ 19 ટીવી કરતાં લગભગ દોઢ કલાક વહેલો પ્રસારિત થશે. OTT પર આ માટેનો સમય રાત્રે 9 વાગ્યાનો રાખવામાં આવ્યો છે. મેકર્સે આ વખતે ટીવી પહેલા OTT પર શો પ્રસારિત કરવાની યોજના બનાવી છે.

Bigg Boss ના ઇતિહાસની સૌથી લાંબી સીઝન

બિગ બોસ આ વખતે બિગ બોસના ઇતિહાસની સૌથી લાંબી સીઝન હશે. અગાઉ સલમાન ખાનનો આ રિયાલિટી શો ઓક્ટોબર મહિનામાં શરૂ થઈને જાન્યુઆરીમાં સમાપ્ત થતો હતો. પરંતુ આ વખતે તે ઓગસ્ટમાં શરૂ થઈ રહ્યો છે, જે આગામી 5 મહિના એટલે કે જાન્યુઆરી સુધી દર્શકોનું ભરપૂર મનોરંજન કરશે.

આટલું જ નહીં મેકર્સે આ વખતે સલમાન ખાનની સાથે અન્ય બે હોસ્ટને પણ લાવવાની યોજના બનાવી છે. એવું કહેવાય છે કે ભાઈજાન ઉપરાંત કરણ જોહર અને ફરાહ ખાન પણ બિગ બોસ 19 ને હોસ્ટ કરતા જોવા મળી શકે છે. ચાહકોમાં બિગ બોસ 19 ને લઈને ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.