Rajkot: અમિત ખૂંટ આપઘાત કેસમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહની મુશ્કેલી વધશે, સરકારે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂંક કરી

આ મામલે ગોંડલની સેશન્સ કોર્ટે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજાના આગોતરા ફગાવ્યા છે. જ્યારે પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહને એક મહિનામાં જેલમાં સરેન્ડર કરવાનો હાઈકોર્ટનો આદેશ છે

By: Sanket ParekhEdited By: Sanket Parekh Publish Date: Tue 26 Aug 2025 05:23 PM (IST)Updated: Tue 26 Aug 2025 05:23 PM (IST)
rajkot-news-gujarat-home-department-appoint-special-public-prosecutor-in-amit-khunt-suicide-case-592201
HIGHLIGHTS
  • પિતા-પુત્ર અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજા અને મકરાણી પોલીસ પકડથી દૂર
  • ગૃહ વિભાગ દ્વારા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે ચેતન શાહને નિમણૂંક આપી

Rajkot: ગોંડલ તાલુકાના રીબડા ગામના યુવક અમિત ખૂંટના આપઘાત કેસના આરોપીઓ અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમનો પુત્ર રાજદીપસિંહ જાડેજા હજુ પોલીસ પકડથી દૂર છે, ત્યારે આ કેસની ન્યાયિક કાર્યવાહી ઝડપી બનાવવા માટે ગૃહ વિભાગ દ્વારા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર (PP) અને આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂંક કરવામાં આવી છે.

જેમાં સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે ચેતન શાહ અને આસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે હિરેન પટેલને નિમણૂંક અપાઇ છે. જ્યારે આ કેસમાં મુખ્ય આરોપીઓ અનિરુદ્ધસિંહ, રાજદીપસિંહ જાડેજા અને મકરાણી સહિતના વ્યક્તિઓ હાલ ફરાર છે.

તાજેતરમાં ગોંડલની સેશન્સ કોર્ટે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે. આ પહેલાં, કોર્ટે તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી પણ ફગાવી હતી.

Bhavnagar: અલંગમાં એક જ ખોલીમાં રહેતા પરપ્રાંતિય શ્રમિકો વચ્ચે ખેલાયો ખૂની ખેલ, મિત્રએ બોથડ પદાર્થના ઘા ઝીંકી મિત્રને મોતને ઘાટ ઉતાર્યો

આ કેસમાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ જાડેજા સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયા બાદથી પોલીસ દ્વારા તેમની શોધખોળ ચાલી રહી છે. પોલીસની ચાર્જશીટમાં અનિરુદ્ધસિંહને ફરાર બતાવવામાં આવ્યા છે. સરકારી વકીલની દલીલો ધ્યાનમાં લઈને કોર્ટે 19 ઓગસ્ટે આ નિર્ણય લીધો હતો.આ ઉપરાંત પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહને મળેલી સજા માફીનો હુકમ પણ હાઈકોર્ટે રદ કરી, તેમને એક મહિનામાં જેલમાં સરેન્ડર થવાનો આદેશ આપ્યો હતો.

જણાવી દઈએ કે, રીબડામાં રહેતા અમિત ખૂંટ નામના યુવક પર દુષ્કર્મનો આરોપ લગાવવામાં આવ્યા બાદ તેણે ખેતરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. અંતિમ પગલું ભરતા પહેલા અમિત ખૂંટે 4 પાનાની સ્યુસાઈડ નોટ લખી હતી, જેમાં પોતાને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હોવાનો આરોપ મૂક્યો હતો. આ સ્યુસાઈડ નોટના આધારે મૃતકના મોટાભાઈ મનિષ ખૂંટે અનિરુદ્ધસિંહ, તેના પુત્ર રાજદીપસિંહ જાડેજા અને રાજકોટની બે યુવતીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.