વઢવાણ (Wadhwan)

Created By: Kajal Chauhan
પ્રાચીન કાળમાં વઢવાણ 'વર્ધમાનપુરી' તરીકે ઓળખાતું હતું, જે જૈન ધર્મના 24મા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના નામ પરથી પડ્યું હતું. આ શહેર વઢવાણ ભોગાવો નદીના કિનારે વસેલું છે. અહીં આવેલી માધાવાવ અને ગંગાવાવ સ્થાપત્ય કલાના ઉત્કૃષ્ટ નમૂના છે. વઢવાણ એક સમયે ઝાલાવાડનું શક્તિશાળી રજવાડું હતું. તે મરચાં અને હસ્તકલા માટે પ્રસિદ્ધ છે.














