વઢવાણ વિધાનસભા બેઠક પરિણામ 2022 (Wadhwan Assembly Constituency): સુરેન્દ્રનગરની વઢવાણ વિધાનસભા બેઠક પરથી ભાજપના જગદીશ મકવાણા (Jagdish Makwana) 32772 મતથી જીત થઈ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ બેઠક પર ભાજપના જગદીશ મકવાણા, કોંગ્રેસના તરૂણ ગઢવી (Tarun Garhvi) અને આપના હિતેન્દ્ર પટેલ (Hitendra Patel) વચ્ચે ખરાખરીનો જંગ છે.
વઢવાણ બેઠક પર કેટલા ઉમેદવાર મેદાનમાં
| ઉમેદવાર | પક્ષ |
| જગદીશ મકવાણા | ભાજપ (જીત) |
| તરૂણ ગઢવી | કોંગ્રેસ |
| હિતેન્દ્ર પટેલ | આપ |
| પ્રવિણ સોલંકી | બસપા |
| જયેશ ચૌહાણ | વ્યવસ્થા પરિવર્તન પાર્ટી |
| નિલેશ ચાવડા | રાષ્ટ્ર નિર્માણ પાર્ટી |
| વિનોદ સત્રોટીયા | અપક્ષ |
| ભવાનભાઈ વોરા | અપક્ષ |
| બળવંતરાય પરમાર | અપક્ષ |
| તુલશીભાઈ વાઘેલા | અપક્ષ |
| સલીમ કટીયા | અપક્ષ |
કેટલા ટકા મતદાન થયું
વઢવાણ બેઠક પર 155086 પુરુષ અને 145184 મહિલા મતદારો તથા 6 અન્ય મળી કુલ 300276 મતદાતાઓ છે. 2022ની વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં આ બેઠક પર 57.62 ટકા મતદાન થયું છે.
વઢવાણ બેઠકની રસપ્રદ વિગત
વઢવાણ બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 62મા નંબરની બેઠક છે. આ બેઠક સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક સુરેન્દ્રનગર છે. વઢવાણ ત્રાંબા પિત્તળ, કાંસાના વાસણો બનાવવા માટે જાણીતું છે. કવિ દલપતરામ, ન્હાનાલાલ કવિ, મનુભાઈ પંચોળી સહિતના લેખકોનું વતન વઢવાણ છે. 1990થી આ બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે. 1990માં ભાજપના રણજીતસિંહ ઝાલાએ કોંગ્રેસના જશુભાઈ ભદ્રેશીવાળાને હરાવીને ભાજપનો વિજયપથ આ બેઠક પર નક્કી કર્યો હતો.
શું હતી 2017ની સ્થિતિ
2017ની વિધાનસભાની ચૂંટણીમાં 30 પુરુષ અને 2 મહિલા મળી કુલ 32 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 4 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા હતા જ્યારે 10 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતા 18 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાંથી 16 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઇ હતી. 1980 અને 1985માં કોંગ્રેસ આ બેઠક પર જીત્યા બાદ 1990થી ભાજપે કોંગ્રેસ પાસેથી આ બેઠક છીનવી લીધી હતી. 2007 અને 2012માં વર્ષાબેન દોશી આ બેઠક ભાજપની ટિકિટ પર જીત્યા હતા. 2017ની વાત કરીએ તો ધનજીભાઈ પટેલનો 19524 મતોના માર્જીનથી વિજય થયો હતો. તેમને 89595 મત મળ્યા હતા.
