Surendranagar News: સુપ્રીમ કોર્ટ દ્વારા એસી-એસટીમાં ક્રિમીયલર લાગુ કરવાનો નિર્ણય કરાયો છે. જેનો દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ વિરોધના પગલે આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેની ગુજરાતમા મિશ્ર અસર જોવા મળી રહી છે. જોકે રાજ્યના અમુક ભાગોમાં દેખાવો અને વિરોધ કરવામાં આવી રહ્યાં છે અને દુકાનો બંધ કરાવાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં પણ ક્યાંક ક્યાંક બંધની અસર છે તો ક્યાંક દેખાવો કરાઈ રહ્યાં છે. સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે દેખાવકારો દ્વારા માલગાડી અટકાવવામાં આવી હતી. જોકે પોલીસે સમજાવટથી મામલો થાળે પાડ્યો હતો.
આજે આપવામાં આવેલા ભારત બંધની અસર સૌરાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક જોવા મળી રહી છે. એસી-એસટી સમાજના આગેવાનો દ્વારા ક્રિમીલયર લાગુ કરવાના નિર્ણયનો વિરોધ કરાઇ રહ્યો છે. જેના ભાગરુપે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં બંધની અસર જોવા મળી હતી. વઢવાણમાં બંધની વ્યાપક અસર છે. સ્થાનિકો દ્વારા વઢવાણ ખાતેથી પસાર થઇ રહેલી માલગાડીને અટકાવવામાં આવી હતી અને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. આગેવાનો દ્વારા માલગાડી રોકીને દેખાવો કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો
સ્થાનિકો દ્વારા અડધો કલાક સુધી માલગાડીને રોકી રાખવામાં આવી હતી. પ્રદર્શનકારીઓ દ્વારા વઢવાણ ખાતે માલગાડીને રોકવામાં આવી હોવાની જાણ પોલીસને થઇ હતી. પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચ્યો હતો અને વિરોધ કરનારાઓને સમજાવ્યા હતા પરંતુ તેમ છતાં તેઓ માલગાડીને જવા દેતા ન હતા. પોલીસને ભારે સમજાવટ બાદ અંતે મામલો થાળે પડ્યો હતો અને દેખાવકારોએ માલગાડીને જવા દીધી હતી.
