Vagh Baras

Created By: Dharmendra Thakur
વાક્ બારસ કે વાક બારસ એ દિવાળીનાં પર્વની શરૂઆતનો દિવસ છે. આ તહેવારને ભૂલમાં વાઘ બારસ કહેવામાં આવે છે. વાકબારસ શબ્દમાં વાક એટલે વાણી, આ દિવસે વાણીની દેવી સરસ્વતિની આરાધના થતી હોવાથી તેને વાકબારસ નામ આપવામાં આવ્યું છે. ગુજરાતીઓ આજના દિવસથી ઊંબરા પૂજવાની શરૂઆત કરે છે અને તેને દિવાળીનો પહેલો દિવસ ગણે છે. વાઘ બારસને ગાય-પૂજાનો તહેવાર માનવામાં આવે છે, કારણ કે મનુષ્યના જીવનમાં ગાયનું મહત્ત્વનું સ્થાન છે.
















