Vagh Baras 2025 Wishes: વાઘ બારસના પવિત્ર અવસરે પ્રિયજનો અને મિત્રોને પાઠવો શુભકામનાઓ

વાઘ બારસ (Vagh Baras 2025) આ શુભ અને પવિત્ર અવસર પર, તમારા પ્રિયજનો સાથે શુભકામના સંદેશ શેર કરીને આ તહેવારની હાર્દિક શુભેચ્છાઓ પાઠવો.

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Thu, 16 Oct 2025 11:39 AM (IST)Updated: Thu, 16 Oct 2025 11:39 AM (IST)
vagh-baras-2025-wishes-quotes-messages-shayari-images-status-in-gujarati

Vagh Baras 2025 Wishes, Quotes, Messages, Shayari, Images, Status in Gujarati: ગુજરાતી કેલેન્ડર મુજબ, આસો મહિનાના કૃષ્ણ પક્ષની દ્વાદશી તિથિએ વાઘ બારસ (Vagh Baras 2025) નો શુભ પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે 17 ઓક્ટોબરના રોજ વાઘ બારસની ઉજવણી થશે.

ગુજરાત રાજ્યમાં આ તહેવારને મુખ્યત્વે 'વાઘ બારસ'ના નામથી ઓળખવામાં આવે છે. ધાર્મિક દૃષ્ટિકોણથી આ દિવસને ગોવત્સ દ્વાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં ગાય અને વાછરડાની પૂજાનું વિશેષ મહત્ત્વ છે.

આ દિવસ ખાસ કરીને વેપારી વર્ગ માટે મહત્ત્વનો ગણાય છે. એવી પરંપરા છે કે વાઘ બારસના શુભ અવસરે વેપારીઓ તેમના જૂના હિસાબ ચોપડા જોઈને તમામ દેવાંની ચૂકવણી કરે છે અને પોતાના દેવાં પૂર્ણ કરે છે. માન્યતા મુજબ, દેવું સારું માનવામાં આવતું નથી, તેથી આ દિવસે જૂના દેવાંની પતાવટ કરીને નવા હિસાબ ચોપડાં શરૂ કરવામાં આવે છે. આ દિવસથી વેપારીઓ નવા વર્ષની શરૂઆત માટે તૈયાર થાય છે, જેનો ઉત્સાહ લાભ પાંચમ સુધી રહે છે.

વાઘ બારસ આ શુભ અને પવિત્ર અવસર પર, તમારા પ્રિયજનો સાથે શુભકામના સંદેશ શેર કરીને આ તહેવારની હાર્દિક શુભેચ્છાઓ પાઠવો.

વાઘ બારસ 2025 ની શુભેચ્છાઓ | Vagh Baras 2025 Wishes in Gujarati

તમારા સમગ્ર પરિવારને વાઘ બારસની શુભકામનાઓ.
આ અવસર પર તમારા પરિવારમાં ખુશીઓ આવે,
લક્ષ્મીનો વાસ રહે, આપ સૌનું સ્વાસ્થ્ય શ્રેષ્ઠ રહે.
Happy Vagh Baras

આપને અને આપના પરિવારને વાઘ બારસની હાર્દિક શુભકામનાઓ…!! Happy Vagh Baras 2025

વાઘ બારસનો દિવ્ય પ્રકાશ,
તમારા જીવનમાં સુખ, શાંતિ, સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ લાવે.
વાઘ બારસની શુભકામનાઓ

દિવાળીના મંગલમય પર્વ વાઘ બારસની હાર્દિક શુભઓકામના…વાઘ બારસ તમારા જીવનમાં નવી તકો અને આશાઓ લાવે તેવી પ્રાર્થના..! વાઘ બારસ 2025ની શુભેચ્છાઓ

વાઘ બારસ પર તમારા દેવામાંથી મેળવો મુક્તિ,
જીવનમાં આવશે નવો પ્રકાશ,
સંપત્તિ, વૈભવ, સમૃદ્ધિથી ભરાઈ જશે તમારું ઘર-પરિવાર
તમને અને તમારા સમગ્ર પરિવારને વાઘ બારસની અનંત શુભકામનાઓ.
વાઘ બારસની શુભેચ્છાઓ

આજના દિવસે તમે ગાય માતાને જે પ્રેમ અને આદર આપો છો,
તેના બદલામાં તમને બે ગણું સુખ અને સમૃદ્ધિ પાછી મળે.
તમારા જીવનમાં કોઈ કમી ન રહે.
હેપ્પી વાઘ બારસ!

આપ સૌને વાઘ બારસની હાર્દિક શુભકામનાઓ. ઈશ્વર આપને અને આપના પરિવારને સુખ, શાંતિ, સમૃધ્ધિ, ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એજ શુભકામના. Happy Vagh Baras 2025

વાઘ બારસના આ પાવન અવસરે, ગાય અને વાછરડાના પ્રેમની જેમ,
તમારા ઘરમાં પણ અનન્ય પ્રેમ અને સ્નેહનો વાસ થાય.
તમારું આંગણું ખુશીઓથી છલકાતું રહે.
હેપ્પી વાઘ બારસ 2025!

વ્યાપાર-ધંધામાં અને વહી-ખાતામાં લક્ષ્મીજીના નિવાસ માટે
આ દિવસની પૂજા ખૂબ જ ફળદાયી નીવડે.
નવા વર્ષના બધા લક્ષ્યો સિદ્ધ થાય.
વાઘ બારસની મંગલકામનાઓ!

લક્ષ્મીજીના આગમન પહેલાં, ગાય માતાની પૂજા કરી
તમે ધર્મનું પાલન કરો છો, જેનાથી જીવનમાં સૌભાગ્ય આવે.
આ દિવાળી તમારા માટે સુખદ રહે.
વાઘ બારસની હાર્દિક શુભકામનાઓ!