Navratri (નવરાત્રી)

Created By: Jagran Gujarati
સનાતન ધર્મમાં શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ છે. આ તહેવાર દર વર્ષે આસો મહિનાના સુદ પક્ષની પ્રતિપદાથી (એકમથી) નવમી તિથિ સુધી ઉજવવામાં આવે છે. આ સમય દરમિયાન જગત જનની આદિશક્તિ મા દુર્ગા અને તેમના નવ શક્તિ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ઉપરાંત, મા દુર્ગાના નામે નવ દિવસ ઉપવાસ રાખવામાં આવે છે. તેમાય ગુજરાતીઓ તો શારદીય નવરાત્રીની આતુરતાથી રાહ જોતા હોય છે. ગુજરાતના ગરબા વિશ્વભરમાં લોકપ્રિય છે. જે ગુજરાતીઓની ઓળખ બની ગઈ છે. જે નવરાત્રીના નવે નવ દિવસ રમાય છે.