CR Patil News: સુરત ખાતે કેન્દ્રિય જળશક્તિમંત્રી અને પ્રદેશ અધ્યક્ષશ્રી સીઆર પાટીલએ GST અને ચોમાસા સત્ર સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ કાર્યક્રમમાં રાજયના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વડાપ્રધાનના જીવન પર આધારીત તૈયાર કરાયેલા નાટકના આયોજન અંગે માહિતી આપી હતી.
સીઆર પાટીલે સંબોધન કરતા જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશમાં GSTનો કાયદો લાવ્યા જેના અનેક ફાયદા આપણને મળ્યા છે. વર્ષ 2017 પહેલા દરેક રાજયમા અલગ અલગ ટેક્સની વ્યવસ્થા હતી. પ્રવેશ શુલ્ક જેવા વઘારાના ટેક્સ લેવાતા, દરેક રાજયના પોતાના રિટર્ન ઓડિટ અને નીતી હતી જેના કારણે લોકોને અનુસરવુ મુશ્કેલ હતું. ઇનપુટ ટેક્સ ક્રેડિક નબળુ હોવાથી દુરઉપયોગ થતો.કેન્દ્રિય દેખરેખ હેઠળ ન હોવાથી ટેક્સ ચોરી થતી હતી આથી વર્ષ 2017માં GST શરૂ કરવામાં આવ્યું હતું.
જુલાઇ 2015માં GSTને 8 વર્ષ પુર્ણ થયા.'એક રાષ્ટ્ર, એક કર"નુ સપનુ પુર્ણ થયું અને ભારત એક જ બજારમા જોડાયો, રાજ્યો વચ્ચેનો વેપાર સરળ બન્યો અને જુદા-જુદા ટેક્સ દુર કરવામાં આવ્યા. એક સર્વે પ્રમાણે MSME સહિત 85 ટકા લોકોએ GSTના અમલ થી સંતોષ વ્યકત કર્યો છે તેમ પાટીલે જણાવ્યુ હતું.
આ પણ વાંચો
પાટીલજીએ જીએસટીના રિફોર્મ અંગે વધુમાં જણાવ્યું કે,વર્ષ 2017માં 66.5 લાખ રજીસ્ટર કરદાતા હતા અને વર્ષ 2025માં 2.51 કરોડ એટલે કે 1.51 કરોડ જેટલા કરદાતાઓ GSTના દાયરામાં આવ્યા જેમાં સરકારની આવક પણ વધી છે. આજે ભારતના અર્થતંત્ર પર એક પ્રકારે વિશ્વાસ વધ્યો છે. GSTનુ આગળનું ચરણ સરકાર દરોની સમિક્ષા અને સમાનતા કરશે. નાગરિકોને વ્યવસાય માટે સરળતા અને વિકાસ માટે આઘાર બની રહેશે.
ટેક્સાટાઇલના દરને 12 ટકાથી 5 ટકાના સ્લેબમા સમાવેશ કરવામાં આવ્યો. ચાર પ્રકારના દરમાથી GSTમાં હવે ફકત 2 મુખ્ય દર 5 ટકા અને 18 ટકા કરવામાં આવ્યા છે. જીવનજરૂરિયાતની વસ્તુઓ પર GST દર ઘટાડવામાં આવ્યો છે. GSTનુ ઓનલાઇન ઝડપી રજીસ્ટ્રેશન કરવામાં આવ્યુ અને નિકાસકાર્યો માટે પણ ઝડપી રિફંડ સિસ્ટમ ડેવલપ કરવામાં આવી.