Jamnagar Samachar (જામનગર સમાચાર)
Created By: Rakesh Shukla
જામનગર (તત્કાલીન નવાનગર)ની સ્થાપના જામ રાવળ દ્વારા સંવત 1596 (શ્રાવણ સુદ સાતમ, બુધવાર)માં થઈ હોવાની નોંધ 'યદુવંશ પ્રકાશ' ગ્રંથમાં મળે છે. ઈ.સ. 1477માં રચાયેલા કાવ્યમાં પણ આ શહેરનો 'નવીન નગર' તરીકે ઉલ્લેખ જોવા મળે છે. વર્તમાનમાં, ગુજરાતના પશ્ચિમ કાંઠે આવેલો જામનગર જિલ્લો 355 કિ.મી.નો લાંબો દરિયાકિનારો ધરાવે છે.














