Jamnagar News: જામનગર જિલ્લાના કાલાવડના ખાનકોટડા ગામે ખેતમજૂરી કરતા દંપતીની આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે.કાલાવડના ખાનકોટડા ગામે પર પ્રાંતીય ખેત મજુર કરતા દંપતીએ કોઇ કારણો સર આત્મહત્યા કરી લીધી હતી. મૃતક પતિ પત્નીએ વાળી ભાગમાં રાખી હતી. એને તેઓ વાડીની ઓરડીમાં જ રહેતા હતા.
આજે સવારે કાલાવડના ખાનકોટડા ગામે ખેતમજૂરી કરતા રામબાઈ ક્નેશએ ઓરડીમાં જયારે તેની પતિ કૈલાશ કનેશ ખાટલામાં ગળાફાંસો ખાધો હતો. દંપતીએ આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી હતી. સવારે વાડી માલીક પોતાની વાડીએ ગયા તે સમયે દંપતી ગળું ટૂંપો ખાધેલી હાલતમાં જોવા મળ્યું હતું.
વાડીના માલિકે પોલીસ અને 108ની ટીમને જાણ કરતાં તાત્કાલિક દોડી આવી હતી. દંપતીના મૃતદેહને કાલાવડની સરકારી હોસ્પિટલ ખાતે પી.એમ અર્થે ખસેડવામાં આવ્યા હતા. ક્યાં કારણોસર આ દંપતીએ આપઘાત કર્યો તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.
