Jamnagar News: જામનગર જિલ્લાના લાલપુર તાલુકાનાં મેઘપર ગામમાં કોઈ પણ જાતની મેડિકલની માન્ય ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા બે બોગસ તબીબોને પોલીસની એસ ઓ જી શાખાએ ઝડપી પાડ્યા છે.
જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ની સૂચનાથી એસ ઓ જીનાં પો.ઇન્સ.બી એન ચૌધરી અને પો.સબ ઇન્સ. જે ડી પરમારનાં માર્ગદર્શન હેઠળ એસ ઓ જી.નો સ્ટાફ પેટ્રોલિંગમા હતો ત્યારે બાતમી મળી હતી કે લાલપુર તાલુકાના મેઘપર ગામમાં માન્ય મેડિકલની ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરવામાં આવે છે.
આથી પોલીસ સ્ટાફે આજે લાલપુરનાં મેઘપરમાં દવાખાનું ચલાવતા મૂળ પશ્ચિમ બંગાળનાં અપૂર્વા અંગશુપતી હલદાસના દવાખાનામાં દરોડો પડ્યો હતો. અહી તપાસણી દરમ્યાન તેની પાસે કોઈ તબીબી ડિગ્રી નહી હોવાનું જણાતા અપૂર્વાં હલદાસની પોલીસે અટકાયત કરી તેના દવાખાનામાંથી સ્ટેથસ્કોપ ,બી.પી માપવાનું મશીન દવા વગેરે મળી કુલ રૂ.2560ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરી તેની સામે ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ તથા આઇ પી સી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ.શખ્સ ધો.12 સુધીનો જ અભ્યાસ ધરાવે છે.
આ ઉપરાંત બીજો દરોડો પણ મેઘપર ગામમા જ પાડવા માં આવ્યો હતો .અને કોઈપણ જાતની માન્ય ડીગ્રી વગર તબીબી પ્રેકટિશ કરતા અને લોકોનાં આરોગ્ય સાથે ચેડા કરતા મૂળ પશ્ચિમ બંગાળનાં નંદુલાલ નીરમલચંદ્રા વિશ્વાસને ઝડપી પાડયો હતો. અને તેના દવાખાનામાંથી સ્ટેથસ્કોપ ,બી.પી માપવાનું મશીન દવા વગેરે મળી કુલ રૂ.૨૮૨૬ની કિંમતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ શખ્સ પણ ધો.12 સુધીનો જ અભ્યાસ ધરાવે છે. પકડાયેલા બંને બોગસ ડોક્ટર સામે ગુજરાત મેડિકલ પ્રેક્ટિસનર એક્ટ તથા આઇ પી સી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
