Dhruv Jurel

Created By: Dharmendra Thakur
ધ્રુવ જુરેલ એક ભારતીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટર છે, જે રાઈટ-હેન્ડ બેટ્સમેન અને વિકેટકીપર છે. તે ઘરેલુ ક્રિકેટમાં ઉત્તર પ્રદેશ માટે રમે છે, જ્યારે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં રાજસ્થાન રોયલ્સનું પ્રતિનિધિત્વ કરે છે. ધ્રુવ 2020ના અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય અંડર-19 ટીમના ઉપ-કેપ્ટન તરીકે પણ ભૂમિકા ભજવી હતી. તેણે 15 ફેબ્રુઆરી 2024ના રોજ ઈંગ્લેન્ડ સામે રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.

















