Yashasvi Jaiswal: શુભમન ભાઈ બહુત મસ્ત હૈ યાર… યશસ્વી જયસ્વાલે ટીમ સાથે જોડાયેલી રસપ્રદ વાતો શેર કરી

જયસ્વાલે કહ્યું કે મારી એક મુશ્કેલી છે. જ્યારે હું હસું છું, ત્યારે હું તેને કંટ્રોલ કરી શકતો નથી. હું સતત હસતો રહું છું. જેના કારણે ધ્રુવ જુરેલ ટીમ મીટિંગ્સ દરમિયાન તેને ચીડવે છે.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Thu, 16 Oct 2025 03:02 PM (IST)Updated: Thu, 16 Oct 2025 03:03 PM (IST)
yashasvi-jaiswal-says-shubman-gill-is-good-but-dhruv-jurel-annoying-during-team-meetings

Yashasvi Jaiswal Interview: યશસ્વી જયસ્વાલે તેના સાથી ખેલાડીઓ વિશે કેટલીક મજેદાર વાતો શેર છે. જયસ્વાલે ખુલાસો કર્યો કે તે પોતે પોતાના હાસ્યને કંટ્રોલ કરી શકતો નથી. યશસ્વીએ અનુભવી ખેલાડીઓ રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલ સાથેની તેની ભાગીદારીઓ વિશે પણ વાત કરી હતી.

ધ્રુવ જુરેલની મસ્તીને લઈને જયસ્વાલે શું કહ્યું

યશસ્વી જયસ્વાલે મેનએક્સીપી (Men's XP)ને આપેલા ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો કે તે પોતાનું હાસ્ય રોકી શકતો નથી. જયસ્વાલે કહ્યું કે મારી એક મુશ્કેલી છે. જ્યારે હું હસું છું, ત્યારે હું તેને કંટ્રોલ કરી શકતો નથી. હું સતત હસતો રહું છું. જેના કારણે ધ્રુવ જુરેલ ટીમ મીટિંગ્સ દરમિયાન તેને ચીડવે છે.

જયસ્વાલે જણાવ્યું કે તે રાજસ્થાન રોયલ્સ માટે 'હલ્લા બોલ' વીડિયોનું શૂટિંગ કરી રહ્યો હતો, ત્યારે કંઈક બન્યું અને તે હસવા લાગ્યો. તેણે હાસ્ય રોકવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે કરી શક્યો નહીં. જયસ્વાલના જણાવ્યા મુજબ જુરેલ જાણી જોઈને ટીમ મીટિંગ દરમિયાન તેની સામે બેસે છે અને પછી હસવાનું શરૂ કરે છે.

શુભમન ગિલ છે શાનદાર મિત્ર

યશસ્વી જયસ્વાલે ભારતીય ટેસ્ટ અને વનડે કેપ્ટન શુભમન ગિલ સાથેના પોતાના સંબંધો વિશે પણ ખુલીને વાત કરી. જયસ્વાલે કહ્યું કે ગિલ એક શાનદાર મિત્ર છે. તે ખૂબ સારો છે અને તેનો સ્વભાવ મિલનસાર છે. પરંતુ જ્યારે જરૂર હોય છે ત્યારે તે ખૂબ ગંભીર રહે છે. જયસ્વાલે શુભમન ગિલ માટે 'શુભમન ભાઈ બહુત મસ્ત હૈ યાર' શબ્દો વાપર્યા હતા. જયસ્વાલ અનુસાર શુભમન ગિલ તેની આસપાસના વાતાવરણને ખુશખુશાલ બનાવી રાખે છે અને મોટાભાગે હસતા રહે છે.

યશસ્વી જયસ્વાલનો ગમતો બેટિંગ પાર્ટનર

યશસ્વી જયસ્વાલને તેના ગમતા બેટિંગ પાર્ટનર વિશે પૂછવામાં આવ્યું તો કહ્યું કે મને રોહિત ભૈયા, વિરાટ પાજી અને શુભમન સાથે બેટિંગ કરવાનું પસંદ છે. કેએલ રાહુલ ભાઈ પણ. મને લાગે છે કે મેં તાજેતરમાં તેમની સાથે ઘણી બેટિંગ કરી છે. તેઓ જે રીતે આવીને મારી સાથે વાત કરે છે, તે ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.

યશસ્વી જયસ્વાલની ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટેની વનડે શ્રેણી માટે ભારતીય ટીમમાં પસંદગી કરવામાં આવી છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે શ્રેણી 19 ઓક્ટોબરથી શરૂ થશે.