Ind Vs WI Test Dhruv Jurel Gun Salute: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 2 મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં બીજા દિવસની રમતના અંતે ટીમ ઈન્ડિયાનું પલડું ભારે જોવા મળી રહ્યું છે. ટીમ ઈન્ડિયા તરફથી બીજા દિવસની રમતમાં કુલ 3 ખેલાડીઓની સદી જોવા મળી, જે પૈકી એકનામ વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલનું (Dhruv Jurel) પણ છે.
રિષભ પંતની ગેરહાજરીમાં વિકેટ કીપિંગની જવાબદારી નીભાવી રહેલ ધ્રુવ જુરેલની ટેસ્ટ કરિયરમાં આ પ્રથમ સદી છે. જેનો જશ્ન પણ ખેલાડીએ પોતાના આગવા અંદાજમાં મનાવ્યો હતો. બીજા દિવસની રમતના અંતે ધ્રુવ જુરૈલે પોતાના આ પ્રકારના જશ્ન મનાવવા પાછળનું કારણ પણ જણાવ્યું હતુ.
બેટને બંદૂકની માફક પકડી સેલ્યુટનો ઈશારો કર્યો
ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેટ ધ્રુવ જુરૈલે જ્યારે વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ અમદાવાદ ટેસ્ટ મેચના બીજા દિવસે રમતના છેલ્લા સેશનમાં પોતાની સદી પુરી કરી, ત્યારે તેણે પોતાના બેટને બંદૂકની માફક પકડીને સેલ્યુટ જેવો ઈશારો કર્યો હતો.
A moment to cherish forever! ?
— BCCI (@BCCI) October 3, 2025
Special scenes ? in Ahmedabad as Dhruv Jurel notches up a maiden Test ?
Updates ▶️ https://t.co/MNXdZcelkD#TeamIndia | #INDvWI | @IDFCFIRSTBank | @dhruvjurel21 pic.twitter.com/8JLGOhCAkt
આ કરવા પાછળ ધ્રુવ જુરૈલે રમતના અંતે ખુલાસો કરતાં જણાવ્યું કે, જ્યારે મેં મારી અડધી સદી પુરી કરી, તો તે મારા પિતાને સમર્પિત કરી હતી. જ્યારે મારી સદીનું જશ્ન ભારતીય સેનાને સમર્પિત હતુ. મેં ખૂબ જ નજીકથી આપણા ભારતીય સેનાના જવાનોને જોયા છે, તેઓ કેટલી મહેનત કરે છે તે હું જાણું છું.
જણાવી દઈએ કે, ધ્રુવ જુરેલના પિતા પણ ભારતીય સેનામાં જ હતા. એવામાં ધ્રુવ જુરેલના સેલિબ્રેશને સૌ કોઈને પ્રભાવિત કર્યાં છે. ખેલાડી દ્વારા કરવામાં આવેલ ઈશારો ભારતીય સેનાની શિસ્ત, શક્તિ અને સેવાને દર્શાવે છે.
2025માં ત્રીજી વખત ભારતીય વિકેટ કીપરે સદી ફટકારી
ટેસ્ટ ક્રિકેટમાં 2025નું વર્ષ ટીમ ઈન્ડિયા માટે કંઈ ખાસ રહ્યું નથી. જો કે આ વર્ષે ભારતીય વિકેટ કીપર બેટ્સમેનોએ 3 સદી જરૂર ફટકારી છે. અગાઉ રિષભ પંતે 2 સદી ફટકારી હતી, જે બાદ આજે જુરૈલે એક સદી ફટકારી છે.
