Rajkot: પેટમાં દુખાવા સાથે દાખલ થયેલી તરુણી ગર્ભવતી નીકળી, પાડોશી સગીરે પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચરી 6 મહિનાનો ગર્ભ રાખી દીધો

કુવાડવા પોલીસે સગીર આરોપીની અટકાયત કરી કાલે જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરશે. જ્યારે ભોગ બનનારનું મેડિકલ કરાવવામાં આવ્યું.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 03 Oct 2025 10:36 PM (IST)Updated: Fri, 03 Oct 2025 10:36 PM (IST)
rajkot-news-teenage-girl-become-pregnant-after-rape-by-neighbour-lover-in-kuvadavas
HIGHLIGHTS
  • મોડી રાતે સગીરાને પેટમાં દુખાવો ઉપડતા પરિવારજનો હોસ્પિટલ લઈ ગયા
  • આરોપી અને ભોગ બનનાર એક જ સોસાયટીમાં રહેતા હોવાથી પ્રેમમાં પડ્યા

Rajkot: રાજકોટ શહેરના કુવાડવા પોલીસ મથકમાં દુષ્કર્મનો એક ચોંકાવનારો બનાવ ચોપડે નોંધાયો છે. જેમાં એક તરૂણી પર તેની જ પાડોશમાં રહેતા સગીરે દુષ્કર્મ આચરીને ગર્ભ રાખી દીધો છે. આ મામલે પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, કુવાડવા પોલીસ મથકની હદમાં આવતા એક ગામમાં રહેતી 14 વર્ષની તરુણીને ગઈકાલે મોડી રાતે પેટમાં તીવ્ર દુખાવો ઉપડ્યો હતો. જેથી તેના પરિવારના સભ્યો સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ તપાસના અંતે તરૂણીને 6 માસનો ગર્ભ હોવાનું નિદાન કરતાં પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

આ મામલે ભોગ બનનારા સગીરાની માતાએ કુવાડવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ભોગ બનનાર સગીરા અને આરોપી 17 વર્ષીય સગીર બન્ને એક જ સોસાયટીમાં રહેતા હોવાથી નાનપણથી એકબીજાને ઓળખતા હતા.

બન્ને વચ્ચેનો સબંધ આગળ જતાં પ્રેમમાં પરિણમ્યો હતો. આ દરમિયાન સગીર આરોપીએ લલચાવી ફોસલાવીને સગીરા સાથે અવારનવાર શારીરિક સબંધ બાંધ્યા હતા. જેના પરિણામે સગીરા ગર્ભવતી બની છે.

આ મામલે સગીરાની માતાની ફરિયાદના આધારે કુવાડવા પોલીસે 17 વર્ષીય સગીર આરોપીની અટકાયત કરી છે. આ સાથે જ ભોગ બનનાર તેમજ આરોપીનું મેડિકલ પણ કરાવી દેવામાં આવ્યું છે. હાલ તો પોલીસે ગુનામાં વાપવામાં આવેલા કપડા કબજે કર્યાં છે. તેમજ આવતીકાલે આરોપીને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.

બિલિમોરામાં સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર વિધર્મી આરોપીનો વરઘોડો
ગત મહિને બિલિમોરા પંથકમાં પણ આવો જ એક બનાવ સામે આવ્યો હતો. જેમાં મોડી રાતે એક સગીરાએ બાથરૂમમાં જઈને બૂમાબૂમ કરી મૂકી હતી. આથી ગભરાયેલી તેની માતાએ બાથરૂમમાં જઈને જોતા લોહીના ખાબોચિયામાં દીકરીની નજીક મૃત ભ્રૃણ પડ્યું હતુ.

જે બાદ માતાની પૂછપરછમાં પુત્રીએ પોતાની સહેલીના ભાઈ સદ્દામહુસૈન સલમાનીનું નામ આપ્યું હતુ. સદ્દામહુસૈને પોતાને પ્રેમજાળમાં ફસાવી ઝાડી-ઝાંખરામાં લઈ જઈ મરજી વિરુદ્ધ 3 થી 4 વખત શારીરિક સબંધ બાંધ્યા હતા.

આ મામલે સગીરાની માતાની ફરિયાદના આધારે પોલીસે 22 વર્ષીય આરોપી સદ્દામ હુસૈનને ઝડપી પાડીને બિલિમોરા નગરમાં તેનું સરઘસ પણ કાઢ્યું હતુ.