Aditya Gadhvi

Created By: Sanket Parekh
3 એપ્રિલ,1994ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળીમાં જન્મેલા આદિત્ય ગઢવીએ ગુજરાતના જાણીતા લોકગાયક છે. આદિત્ય ગઢવીએ ચેન્નાઈ સ્થિત એ.આર.રહેમાનની ઈન્સ્ટીટ્યૂટમાં 4 વર્ષ સુધી તાલીમ લીધી છે. આદિત્ય ગઢવીએ ગાયેલું 'ખલાસી' ગીત ખૂબ જ લોકપ્રિય થયું હતુ. આ ગીતે ભાષાના સીમાડા વટાવીને સમગ્ર દેશ-વિદેશમાં સુપરહીટ નીવડ્યું હતુ. જેના પર સોશિયલ મીડિયામાં અનેક રીલ્સ પણ બની ચૂકી છે. આદિત્ય ગઢવીએ અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ ગીત ગાયા છે. નવરાત્રિ દરમિયાન આદિત્ય ગઢવીના તાલે ખેલૈયાઓ ઝૂમી ઉઠે છે.















