Aditya Gadhvi Upcoming Concert 2024: સિંગર આદિત્ય ગઢવી USમાં લાઈવ કોન્સર્ટ કરશે, જુઓ સંપૂર્ણ શેડ્યૂલ

By: Mukesh JoshiEdited By:Mukesh JoshiPublish Date: Tue, 16 Jul 2024 11:07 AM (IST)Updated: Tue, 16 Jul 2024 11:07 AM (IST)
gujarati-folk-singer-aditya-gadhvi-live-in-concert-usa-tour-schedule-2024

Aditya Gadhvi upcoming Concert in USA 2024: ગુજરાત સહિત દેશભરમાં આદિત્ય ગઢવી તેમના ગીતને લઈને હંમેશા લાઇમલાઇટમાં રહે છે. આજનો યુવા વર્ગને તેમના સોંગ ખૂબ જ પસંદ આવે છે. ભારતની સાથો સાથ વિદેશમાં વસવાટ કરતા ગુજરાતીઓ પણ તેમના મોટા ચાહક છે. જેથી વિદેશમાં પણ તેમના પ્રોગ્રામ થતા હોય છે. આ વર્ષ દરમિયાન પણ તેમને અનેક દેશોનો પ્રવાસ ખેડ્યો છે અને આવનારા સમયમાં પણ તેઓ કયા દેશમાં જવાના છે તેનો શેડ્યૂલ સામે આવ્યો છે.

આદિત્ય ગઢવી આગામી સમયમાં યુએસના પ્રવાસે થઇ રહ્યા છે. જ્યાં તેઓ લાઈવ કોન્સર્ટ કરશે. તેમના શેડ્યૂલની વાત કરવામાં આવે તો, તારીખ 19 જુલાઇના Newark, New Jersey, 20 જુલાઈના Philadelphia, Pennsylvania, 21 જુલાઇના, Boston, Massachusetts, 26 જુલાઇના Atlanta, Georgia, 27 જુલાઇના Chicago, Illionois, 2 ઓગસ્ટના San JOse, California અને 4 ઓગસ્ટના Dallas, Texas છે.