સિંગર આદિત્ય ગઢવીએ મોદી સાથેની મુલાકાત વાગોળી, મોદીને મળ્યો ત્યારે તેમણે કહ્યું- તે તો ઝંડો ફેલાવી દીધો ગુજરાતનો, ભણે છે કે નહીં લ્યા

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Fri, 03 Nov 2023 11:12 AM (IST)Updated: Fri, 03 Nov 2023 06:50 PM (IST)
singer-aditya-gadhvi-recalls-his-meeting-with-pm-narendra-modi

Ahmedabad News: ગોતીલો….ગોતીલો ગીતથી ખૂબજ પ્રસિદ્ધિ મેળવનાર ગુજરાતી ગાયક આદિત્ય ગઢવીએ તેઓ જ્યારે પહેલીવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા તે મુલાકાતને વાગોળી હતી. મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આદિત્ય ગઢવી તેમને મળ્યા હતા. ત્યારે મોદીએ કહ્યું હતું કે, તે તો ગુજરાતનો ઝંડો ફેલાવી દીધો છે. ભણે છે કે નહીં લ્યા…આદિત્ય ગઢવીએ મોદીના રણોત્સવના વિઝન અંગે પણ વાત કરી હતી.

આદિત્ય ગઢવીએ જણાવ્યું હતું, આ વાત વર્ષ 2014 પહેલાની છે, જ્યાં નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા અને મારી ઉમર 18-19 વર્ષની હતી. એ સમયે મને ગાવાનો શોખ હોવાથી હું અનેક શોમાં ભાગ લેતો હતો. એ દિવસ મને યાદ છે. નરેન્દ્ર મોદી અમારા મુખ્યમંત્રી છે અને તેમના કામ વિશે હું જાણતો હતો, પરંતુ હું ક્યારેય તેમને મળ્યો ન હતો. અમારો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. નરેન્દ્ર મોદી આવ્યા. તાલીઓ અને મોદી.મોદીના નારાથી તેમને આવકારવામાં આવ્યા.

અમારો શો જેવો પૂર્ણ થયો તો મારા પિતાજીએ કહ્યું કે, તારે નરેન્દ્ર મોદીને મળવું છે? મે કહ્યું હા. હું માનસિક રીતે તૈયાર થઇ રહ્યો હતો કે મારે મારો પરિચય આપવો પડશે કે હું કોણ છું. પરંતુ જેવો હું સ્ટેજ પર ગયો અને તેમની પાસે ગયો ત્યારે તેમણે મારી સામે જોયું અને હાથ આગળ વધાવીને કહ્યું કે, શું છે બેટમજી. તે તો ઝંડો ફેલાવી દીધો ગુજરાતનો. ભણે છે કે નહીં લ્યા.

તેમનો એક ઉદ્દેશ્ય છે કે ભારતને એક ઉંચાઇએ લઇ જવું છે. જો કોઇ વ્યક્તિત્વ આજના સમયમાં છે તો તે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે, જે પડકારોને સ્વીકારે છે. તેમની પાસે વિઝન છે. ગુજરાતમાં રણ હતું. ત્યાં રણોત્સવ શરુ કર્યું અને પ્રવાસીઓ માત્ર ભારતમાંથીજ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાંથી ત્યાં આવ્યા. આ પ્રવાસીઓ કચ્છ સાથે જોડાયા. કચ્છની સંસ્કૃતિ સાથે જોડાયા.નરેન્દ્ર મોદીનો રણઉત્સવનો જે વિચાર છે. રણને હાઈલાઈટ કરવું. તેની પાછળ એક મોટી ફોર્સ છે. એક ભારત શ્રેષ્ઠ ભારતને મે મારા સંગીતના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.