PM Narendra Modi in US: 'કેમ બેટમજી?' કહીને આદિત્ય ગઢવીને ભેટીને મળ્યા પીએમ મોદી, બે-ત્રણ ધબ્બા મારીને આપ્યા આશીર્વાદ

By: Dharmendra ThakurEdited By:Dharmendra ThakurPublish Date: Mon, 23 Sep 2024 10:59 AM (IST)Updated: Mon, 23 Sep 2024 11:09 AM (IST)
pm-narendra-modi-meets-gujarati-singer-aditya-gadhvi-at-modi-and-us-event-in-new-york-watch

PM Narendra Modi in US: હાલ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) અમેરિકાની મુલાકાત છે. ત્યારે રવિવારના રોજ પીએમ મોદીએ ન્યૂયોર્કમાં NRI સમુદાયને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર લોકોએ ભારે ઉત્સાહથી પીએમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીના કાર્યક્રમ દરમિયાન લોકપ્રિય કલાકારો આદિત્ય ગઢવી (Aditya Gadhvi), દેવી શ્રી પ્રસાદ (Devi Sri Prasad) અને હનુમાનકાઈન્ડે (Hanumankind) પરફોર્મન્સ આપ્યું હતું.

ગુજરાતના ફેમસ કલાકાર આદિત્ય ગઢવીએ પોતાના અવાજથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આદિત્ય ગઢવીએ તેના સુપરહિટ ટ્રેક 'ખલાસી'થી દર્શકોના દિલ જીતી લીધા હતા. આ દરમિયાન આદિત્ય ગઢવી, દેવી શ્રી પ્રસાદ અને હનુમાનકાઈન્ડે હર ઘર તિરંગા ગીત પર શાનદાર પરફોર્મ કર્યું હતું. આ ગીત પૂર્ણ થયા બાદ પીએમ મોદીએ બધાને ગળે લગાડ્યા હતા.

આદિત્ય ગઢવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પીએમ મોદી સાથેની તસવીર શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, 'કેમ બેટમજી? કહીને મોદી સાહેબ ભેટીને મળ્યા અને બે ત્રણ ધબ્બા મારીને આશીર્વાદ આપ્યા… તે કેવી ક્ષણ હતી…'