Mann Ki Baat:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાતના 12 વર્ષ પૂરા થવા પ્રસંગે તેને એક તીર્થ યાત્રા ગણાવી હતી. તેમણે કહ્યું કે આ મંચે તેમને દેશભરના સામાન્ય લોકોના કઠોર પરિશ્રમ, સાહસ, સમર્પણ અને સેવા ભાવનાને નજીકથી સમજવા તથા તેમની સિદ્ધિને સન્માનિત કરવાની શાનદાર તક આપી છે.
કાર્યક્રમના 139માં એપિસોડને સંબોધિત કરતાં વડાપ્રધાને યાદ અપાવ્યું કે મન કી બાતની શરૂઆત 12 વર્ષ અગાઉ વિજયાદશમીના પાવન પ્રસંગથી થઈ હતી અને ત્યારથી આ યાત્રા કોઈ જ અવરોધ વગર સતત આગળ જારી છે.
તેમણે આ સફરમાં સહયાત્રી અને માર્ગદર્શક બનવા માટે દેશના સૌ શ્રોતાઓનો આભાર વ્યક્ત કર્યોહતો. તેમણે કહ્યું કે જે રીતે આપણે દેશમાં સદીઓથી તીર્થ યાત્રાઓની પરંપરા રહી છે, બસ એવી જ રીતે આ કાર્યક્રમ દેશવાસીઓના પ્રયત્નોને નમન કરવાનું એક પવિત્ર યાત્રા સમાન છે.
દિવાળી અને છઠ અગાઉ સ્વચ્છતા જાળવવા અપીલ
આગામી તહેવારોની સિઝનનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને લોકોને તેમની આજુબાજુ અને રહેણાસ વિસ્તારોમાં સાફ-સફાઈ જાળવી રાખવા આગ્રહ કર્યો હતો. તેમણે કહ્યું કે દિવાળી અને છઠ જેવા પવિત્ર તહેવાર હવે કેટલાક દિવસ જ દૂર છે અને અનેક જગ્યાએ સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. દેશવાસીઓને આગામી દિવાળી પર સ્થાનિક કારીગરો પાસેથી ઉત્પાદનોની ખરીદી કરવા અને વોકલ ફોર લોકલને મજબૂત કરવા અપીલ કરી છે.
PM મોદીએ ભારતની પ્રાકૃતિક પૂજાની પ્રાચીન પરંપરા અંગે વાત કરતાં કહ્યું કે પોતાના પરિવેશને સ્વચ્છ રાખવા અને જળ સ્રોતોની દેખરેખ કરવી તે આપણા પૂર્વજો દ્વારા સોંપવામાં આવેલી મોટી જવાબદારી છે. તેમણે કહ્યું કે નાગરિકોને નાના-નાના પ્રયાસ કરી સમાજમાં મોટું પરિવર્તન કરી શકાય છે.
