VIDEO: PM મોદીના સંબોધન પહેલા નાસાઉ કૉલેજિયમમાં આદિત્ય ગઢવીનું રૉકિંગ પર્ફોમન્સ, 'ગોતી લો..' પર ઝૂમ્યા લોકો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 22 Sep 2024 10:27 PM (IST)Updated: Sun, 22 Sep 2024 10:27 PM (IST)
pm-modi-in-usa-aditya-gadhvi-rocking-perfomance-at-nassau-coliseum

PM Modi In USA: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ પોતાના અમેરિકા પ્રવાસે છે. જ્યાં ન્યુયોર્કના લૉંગ આઈલેન્ડ સ્થિત નાસાઉ કૉલેજિયમમાં વડાપ્રધાનનો પ્રવાસી ભારતીયોને સંબોધન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યાં PM મોદીનું સ્વાગત કરવા માટે અમેરિકાના અલગ-અલગ 42 રાજ્યોમાંથી 15 હજાર જેટલા ભારતીયો એકઠા થયા હતા. જ્યાં વડાપ્રધાનના આગમન અગાઉ ગુજરાતી સહિત અનેક ભારતીય કલાકારોએ પરફોમન્સ આપ્યું હતુ. જેમાં ગુજરાતી ગાયક આદિત્ય ગઢવી અને એશ્વર્યા મજમુદારે પણ પરફોર્મ કર્યું હતુ.

આદિત્ય ગઢવીના સૌથી પ્રખ્યાત ગીત 'ગોતી લો…ગોતી લો..' પર પ્રવાસી ભારતીયો રીતસરના ઝૂમી ઉઠ્યા હતા. વડાપ્રધાન મોદીના સંબોધન પહેલા રેપર સંગીતકાર હ્યુમનકાઈન્ડ, કિરણ અને નિવીએ પણ પોતાનું પર્ફોમન્સ આપ્યું હતુ. જે બાદ આદિત્ય ગઢવીએ જેવું 'ગોતી લો..ગોતી લો…' લલકારતના સમગ્ર કૉલેજિયમમાં લોકો ઝૂમી ઉઠ્યા હતા. અગાઉ ગાયિકા ચંદ્રિકા ટંડનના નેતૃત્વમાં વિદેશી સંગીતકારોના એક ગ્રુપે અદ્દભૂત રીતે 'વંદેમાતરમ' ગીત પ્રસ્તુત કર્યું હતુ.

આવતીકાલે પણ વડાપ્રધાન મોદીના અમેરિકામાં અલગ-અલગ કાર્યક્રમો નિર્ધારિત કરવામાં આવ્યા છે. જેમાં વડાપ્રધાન મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 'સમિટ ઑફ ધી ફ્યૂચર' કાર્યક્રમને સંબોધિત કરશે. આ સિવાય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ક્વાન્ટમ કોમ્પ્યુટિંગ અને સેમી કંડક્ટર સેક્ટરની અમેરિકન દિગ્ગજ કંપનીઓના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ બેઠક કરશે.