Khalistan Supporters In US: PM મોદીની યાત્રા અગાઉ વ્હાઈટ હાઉસ પહોંચ્યા ખાલિસ્તાન સમર્થક, અમેરિકાના અધિકારીઓ સાથે છેવટે શું વાતચીત થઈ

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Sat, 21 Sep 2024 10:05 PM (IST)Updated: Sat, 21 Sep 2024 10:05 PM (IST)
khalistan-supporters-reached-white-house-before-pm-modi-visit-know-what-was-discussed-with-us-officials

Khalistan Supporters In US: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકા યાત્રા અગાઉ વ્હાઈટ હાઉસના અધિકારીઓએ ખાલિસ્તાન સમર્થક નેતાઓને મળીને સૌને ચોકાવી દીધા છે.અધિકારીઓએ શીખ નેતાઓને ખાતરી આપી છે કે અમેરિકા સરકાર તમામ અમેરિકીઓનું રક્ષણ કરવા માટે પ્રતિબદ્ધ છે. આ આ પ્રકારની પહેલી બેઠક હતી.

વ્હાઈટ હાઉસ પરિસમાં ગુરુવારે યોજાયેલી આ બેઠકમાં અમેરિકન શીખ કાકસ કમિટીના સંસ્થાપક પ્રીતપાલ સિંહ, શીખ સંગઠન તથા શીખ અમેરિકન લીગલ ડિફેન્સ એન્ડ એજ્યુકેશન ફંડના પ્રતિનિધિનો સમાવેશ થતો હતો. પ્રીતપાલ સિંહે કહ્યું કે શીખ અમેરિકી નાગરિકોનો જીવ બચાવવા અને અમારા સમુદાયોની સુરક્ષામાં સાવધાની રાખવા માટે અમે સંઘીય સરકારના વરિષ્ઠ અધિકારીઓનો આભાર વ્યક્ત કરવાની તક મળી. અમે તેમને વધુ કામ કરવા માટે કહ્યું છે.

બેઠક અંગે વિગતવાર માહિતી આપવામાં આવી નથી
પ્રીતપાલ સિંહે એક્સ પર એક પોસ્ટમાં અમેરિકી શીખોની સુરક્ષામાં સતર્કતા રાખવા બદલ અમેરિકી અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે અમે તેમને અમારા સમુદાયની સુરક્ષા માટે અને વધારે કાર્ય કરવાની ખાતરી આપવા માટે કહેશું.

આ પ્રથમ વખત બન્યુ છે કે જ્યારે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદે આ શીખ કાર્યકર્તાઓ અને શીખ અલગતાવાદીઓ સાથે બેઠક કરી છે. આ બેઠક અંગે વધુ માહિતી મળી શકી નથી. વ્હાઈટ હાઉસની પહેલ પર આ બેઠક યોજાઈ હતી.આ અઠવાડિયાની શરૂઆતમાં ખાલિસ્તાની અલગતાવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ભારત સરકાર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.ત્યારબાદ ન્યૂયોર્કની ડિસ્ટ્રિક્ટ કોર્ટે આ કેસમાં સમન્સ જારી કર્યું.