Aditya Gadhvi Navratri 2025: આદિત્ય ગઢવી આ વર્ષે અમદાવાદમાં બોલાવશે ગરબાની રમઝટ, જાણો નવરાત્રીના પાસથી લઈને ક્યાં યોજાશે

જો તમે આ વર્ષે આદિત્ય ગઢવીના તાલે નવરાત્રિના ગરબા રમવા માંગો છો તો તૈયાર થઈ જાઓ... આ વર્ષે અમદાવાદમાં મચાવશે ધૂમ.

By: Kajal ChauhanEdited By:Kajal ChauhanPublish Date: Fri, 19 Sep 2025 01:39 PM (IST)Updated: Fri, 19 Sep 2025 01:39 PM (IST)
navratri-2025-aditya-gadhvis-garba-and-dandiya-events-in-ahmedabad-rang-morla-venue-tickets-passes-info

Aditya Gadhvi Navratri 2025 Schedule: 22 સપ્ટેમ્બરથી નવરાત્રી શરૂ થઈ રહી છે. ગરબાના તાલે થનગનવા માટે ખેલૈયાઓ તૈયાર છે. ત્યારે આ વખતે સિંગર આદિત્ય ગઢવી અમદાવાદમાં ગરબાની રમઝટ બોલાવવા માટે આવી રહ્યા છે. તેઓ નવરાત્રીના દસે દસ દિવસ અમદાવાદમાં જમાવટ કરશે.

અમદાવાદમાં યોજાશે આદિત્ય ગઢવીના ગરબા

અમદાવાદના ગ્રીન અંદાઝ પાર્ટી પ્લોટ મકરબા ખાતે 22 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી 'રંગ મોરલા' નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. આદિત્ય ગઢવી નવરાત્રીના દસે દિવસ અહીં નવરાત્રીની ધૂમ મચાવશે.

ક્યાંથી ખરીદી શકાશે પાસ

જો તમે આ ગરબામાં ભાગ લેવા માંગો છો તો બુક માય શોમાં જઈને ગરબાના પાસ મેળવી શકો છો. ગરબાના પાસ ખરીદવા માટે તમારે એક પાસના 1999 રુપિયા, 5 વ્યક્તિ માટે પાસના 8999 રુપિયા રહેશે. જો તમે દસે દિવસના એકસાથે પાસ ખરીદશો એક વ્યક્તિ દીઢ 9999 માં મળી જશે.